________________
રોહણક કંઈ કળવા દેતો નથી. આથી હવે તેને કહેવામાં આવ્યું કે તમે દેવલોકમાં આવ્યા છો. એટલે હવે તમારે જાહેર કરવાનું છે કે તમે ધરતી પર કોણ હતા ? અને શું શું સારાં ખોટાં કાર્યો કર્યા હતાં ?
રોહણક કેફી પીણાના અર્ધા ઘેનમાં હતો. અને તેને આ પ્રશ્નનો જવાબ આપવાનો હતો. તે તરત સજાગ થઈ ગયો. તેણે જોયું કે આ દેવલોક જેવું છે. પણ હા, પેલા જ્ઞાતપુત્ર મહાવીરની વાણીમાં મારે કાને શબ્દો પડ્યા હતા,
દેવદેવીઓ ધરતીથી અધ્ધર ચાલે, દેવદેવીઓની આંખો પલક ન થાય. દેવદેવીઓને પસીનો ન વળે દેવદેવીઓની ફૂલની માળા ન કરમાય.
તેણે જોયું કે આ બધા છે તો સૌંદર્યવાન પણ દેવદેવીઓથી બધું વિપરીત છે, આ સર્વે ધરતી પર પગ મૂકીને ચાલે છે, આંખો પલક થાય છે, નૃત્ય કરે ત્યારે પસીનો થાય છે. અને માળા કરમાઈ છે. એ સમજી ગયો કે આ તો અભયમંત્રીની કુશળતા છે. અને સજાગ થઈ ગયો. જો રોહણક તરીકે જાહેર થયો તો જિંદગી પૂરી સડીને મરવાનો વારો આવશે.
તેણે જવાબ આપ્યો હું તો એક સામાન્ય ખેડૂત હતો. સંતોષી હતો. મેં કોઈ ખોટાં કૃત્ય કર્યા નથી, અને તેથી જ આ દેવલોકમાં આવ્યો છું ને ?
ગુનાને પુરવાર કરવાની અવધિ પૂરી થઈ હતી. તેને રાજદરબારમાં લાવવામાં આવ્યો. આ રોહણક છે તે પુરવાર ન થયું. તેથી તેને નિર્દોષ ગણી છોડી મૂકવામાં આવ્યો.
રોહણક નિર્દોષ છૂટ્યો. પણ મનમાં પેલી વાણી ગુંજન કરતી રહી. અને તેને સમજાઈ ગયું કે હું મહાયાતનામાંથી આ ભવે અને ભાવિના ભવથી છૂટ્યો છું, તેનો પ્રભાવ આ મહાવીરની વાણીનો છે. પિતાએ અજ્ઞાનવશ મને ગેરમાર્ગે દોર્યો હતો. પણ જગતપિતાએ મને તારી દીધો. હવે આ જિંદગી એ મહાવીરના ચરણે સમર્પિત કરી દઉં.
રોહણક છૂટ્યો. દોડ્યો, માર્ગમાં અસલ રૂપમાં આવી ગયો, અને સમવસરણમાં પહોંચ્યો. પ્રભુના ચરણમાં નમીને ઊભો રહ્યો. પ્રભુ !
૧૯૪ * શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org