________________
- પ. તવ મંથન
૦ ધર્મ કે તત્ત્વ પામ્યાની કસોટી કેમ કરશો? ૦ સોનાની શુદ્ધતાને કસોટીના પથ્થર પર કસવામાં આવે છે, તેમ જીવ ધર્મ કે તત્ત્વ પામ્યો તેની કસોટીનાં બે માધ્યમ છે.
૧ આંતરિક ચિત્તશુદ્ધિ, ૨. બાહ્ય વ્યવહારશુદ્ધિ; બંને અન્યોન્ય સંબંધ ધરાવે છે. નીતિપરાયણ સદાચારી વ્યક્તિ વ્યવહારશુદ્ધિ જાળવે, પરંતુ જો તેનું ચિત્ત કષાયરહિત શુદ્ધ ન હોય તો તેની વ્યવહારશુદ્ધિ યથાર્થ નથી. તે પ્રમાણે કષાયભાવની મંદતા રાખે અને વ્યવહારશુદ્ધિ ન હોય તો તે યથાર્થ નથી. વાસ્તવમાં આંતરિક શુદ્ધિ વ્યવહારશુદ્ધિ વગર ટકતી નથી અને વ્યવહારશુદ્ધિ આંતરિક શુદ્ધિ વગર ટકતી નથી.
સ્વભાવરૂપ ધર્મનું પરિણમન એટલે સમગ્રપણે જીવન આત્મભાવે રંગાઈ જાય. આવો આત્મભાવનો રંગ જીવને સર્વ પદાર્થોથી, રાગાદિ ભાવથી નિઃસંગ બનાવે છે. ધર્મનું પરિણમન એટલે સમ્યગુદર્શન જ્ઞાનાદિ પરિણામ. પ્રવૃત્તિરૂપ ધર્મ તે દાન-શીલ-તપ ક્રિયારૂપ ધર્મ શુભાશ્રવનું કારણ બને છે. ઉપયોગરૂપ ધર્મ શુદ્ધ ભાવ) સંવર નિર્જરારૂપ બને
આત્મા નિજગુણથી પૂર્ણ છે તેવી તત્ત્વ દષ્ટિ અભાવ કે અતૃપ્તિને દૂર કરી, નિર્લોભતા લાવે છે. તેથી ક્રોધાદિ કષાયો પણ શાંત થાય છે. સ્વભાવરૂપ પરિણતિ થાય છે. સ્વભાવ એટલે કંઈ પણ અભાવનો અભાવ. કંઈ પણ બહારથી મેળવવાની આકાંક્ષા થતી નથી, પૂર્ણ શાંતિનો અનુભવ તે ધર્મનું ફળ છે.
ધર્મારાધના નવકોટિએ પૂર્ણ બને છે. ત્રણ યોગ અને ત્રણ કરણનું અન્યોન્ય જોડાણ નવ કોટિ (પ્રકાર) બને છે. મન, વચન અને કાયા ત્રણ યોગ વડે કરવું, કરાવવું અને અનુમોદવું. આ પ્રકારે ધર્મારાધના પૂર્ણ બને છે. એક પણ પ્રકારમાં ક્ષતિ આવે ધર્મારાધના અપૂર્ણ રહે છે. ત્રણે યોગમાં મનની મુખ્યતા છે. છતાં દરેક પ્રવૃત્તિમાં કાયાની ચેષ્ટા મુખ્ય દેખાય છે, તેમાં મનની શુદ્ધતા ભળે ત્યારે ક્રિયા ફળે છે. દરેક ક્રિયામાં કાયાની મુખ્યતા હોવાથી તેને સંયમમાં રાખવી જરૂરી
૮૨ * કૃત સાગરના બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org