________________
છે. સ્કૂલ કાયા જો વશમાં ન રહે તો વચન અને મન વશમાં કેવી રીતે રહે ? કાયા અને વચન કરતાં મન સૂક્ષ્મ છે, અને ચંચળ પણ છે. ચંચળ મન વિકલ્પોનો પુંજ છે, જે દુર્ગતિદાયક છે. એ જ મન શાંત બને તો સતિનું કારણ છે, અને શુદ્ધ બને તો મોક્ષનું કારણ
છે.
મનને વશ કરવા માટે પ્રથમ કાયા અને વચનને વશ કરવાં જોઈએ. કદાચ કાયા નિર્બળ હોય તો કાયિક ક્રિયા ઓછી થાય, પણ જો મન બળવાન હોય તો ધર્મારાધના થઈ શકે છે. કર્મક્ષય કરનારા સંવરાદિ ધર્મમાં મનોબળ વડે કર્મમળ કપાય છે. માટે મનને સત્કાર્યોમાં, સન્ક્રિયામાં જોડેલું રાખવું.
કર્મક્ષયકારક અનુષ્ઠાનો અન્યોન્ય પૂરક છે, માટે આરાધનાને યોગ્ય દરેક અનુષ્ઠાનનું સેવન કરવું. સામાયિક કરે અને નવકારમંત્રનું આરાધન ન કરે, ભાવપૂજા સ્તુતિ ચૈત્યવંદન કરે, અને દ્રવ્યપૂજા ન કરે, પાપ થતાં રહે અને પ્રતિક્રમણ ન થાય, તપ કરે અને આહારશુદ્ધિ ન રાખે. ધ્યાન કરે પણ દર્શન ન કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે પણ સામાયિક ન કરે, કરવામાં ન માને તો તે શાસ્ત્રોક્ત પદ્ધતિ નથી પણ મનઘડંત પદ્ધતિ છે. તેમાં તત્ત્વનું યથાર્થ દર્શન નથી તેથી તે ધર્મરૂપ પણ નથી.
ધર્મારાધના મતિકલ્પનાનો કે સ્વૈચ્છિક પદ્ધતિનો વિષય નથી. પરંતુ જિનઆણાયુક્ત માર્ગ છે. મતિની અલ્પતા અને શાસ્ત્રોની ગહનતાનું લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ. ધર્મારાધનામાં વિકાસ પામેલા સાધકને શાસ્ત્રોક્ત અનુષ્ઠાન હોય, તેમાં તેની આરાધના સૂક્ષ્મ બનતી જાય ત્યારે શુદ્ધતા વૃદ્ધિ પામે. કોઈ ક્રિયાની ગૌણતા મુખ્ય થાય પણ મૂળ પ્રણાલિ બાધા ન પામે.
૦ નૈસર્ગ અને અધિગમ ૦
કેટલાક જીવોને એવું લાગે છે કે સામાયિક આદિ કરીએ પણ તેમાં ભાવ આવતો નથી, અવિધિ અને આશાતના જેવા દોષો થઈ જાય છે. તેથી તે ન કરવું સારું, અથવા સમજ આવે ત્યારે કરીશું.
ભલે અજ્ઞાનથી તેમ થાય તો પણ ક્રિયાદિ છોડી દેવાતાં નથી, પણ અજ્ઞાન ત્યજી સમજ કેળવવાની છે. કારણ કે સમ્યગ્દર્શનાદિ ગુણોની ઉત્પત્તિ નૈસર્ગથી (સ્વાભાવિક) અને અધિગમથી (નિમિત્તથી)
Jain Education International
તત્ત્વ મંથન ૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org