________________
બંને પ્રકારે છે. નૈસર્ગથી થતાં પહેલાં સર્વ જીવને અધિગમ થયેલો હોય છે. ક્રિયાઓ એ તે માર્ગે જવાનો અભ્યાસ છે. એ અભ્યાસ તે અભિગમનું કારણ છે એ અધિગમનાં કારણો કેવળ શાસ્ત્રજ્ઞાન કે અભ્યાસ પૂરતા સીમિત નથી, ગુણસ્થાનકની ભૂમિકાને યોગ્ય ક્રિયાઓ સમ્યગદર્શનાદિ ગુણોની પ્રાપ્તિને સહાયક બને છે.
જો નિસર્ગ સાથે અધિગમને જોડવામાં ન આવે તો સાધકની સાધના અહંકાર કે પ્રમાદથી દૂષિત થાય છે માટે ગુરુની નિશ્રામાં ધર્મારાધનાની વિધિ ગ્રહણ કરવી. ભૂમિકા પ્રમાણે આરાધના કરતા રહેવું. નહિ તો મનઘડત ધર્મથી કેવળ અહંકારનું પોષણ થશે. અને અવશ્ય કરવા જેવાં સામાયિક - ભક્તિ – દાનાદિ ક્રિયાઓની અરૂચિ આરાધનાને નિષ્ફળ બનાવશે.
વળી તત્ત્વદ્રષ્ટિરહિત ક્રિયાઓ કે દાનાદિ ધર્મ પણ છાર પર લીંપણ જેવા છે. ધર્મક્રિયાઓ ભાવશુદ્ધિ સુધી પહોંચવી જોઈએ. સામાયિક, કે દાનાદિ ક્રિયાઓ રહિત તત્ત્વદેષ્ટિ ભ્રમ પેદા કરશે. તે તે સમયની ક્રિયાથી મનાદિ શક્તિનો સંચય અને વિકાસ થાય છે. તેમાંથી સમત્વભાવ વૃદ્ધિ પામે છે. ક્રિયા અને તત્ત્વદેષ્ટિ અન્યોન્ય પૂરક છે. '
તે તે ક્રિયાનાં સૂત્રો-અર્થ સાથે ઉપયોગ જોડાયેલો રહે તો ભાવનિર્મળતાનો હેતુ બને, તત્ત્વદૃષ્ટિ પણ તેને માટે છે. બંનેની કાર્યનિષ્પત્તિ સમત્વ છે. ક્રિયાઓના નિમિત્તે સામૂહિક સાધનાની એકવાક્યતા જળવાય છે. નબળા મનના જીવોને પ્રેરણા મળે છે. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે પણ પ્રવચન, ઉપદેશ, ભક્તિ જેવાં કાર્યો યોજવાં પડે છે, તે સર્વે ક્રિયાનું માહાભ્ય સૂચવે છે. વ્યવહારષ્ટિનો ઉપકાર સૂચવે છે.
અહિંસાદિ સક્રિયા વડે તત્ત્વજ્ઞાનનો પ્રારંભ થાય છે. તેમાંથી તત્ત્વદેષ્ટિ નિષ્પન્ન થાય છે. એનું લક્ષ્ય બોધિ, સમાધિ કે સદ્ગતિ છે. તત્ત્વજ્ઞાનના પાયા ઉપર થતી ક્રિયાઓ વડે આ પંચમકાળના અંત સુધી ધર્મ ટકી રહેશે.
તત્ત્વજ્ઞાનમાંથી જે સમત્વનો બોધ થાય તે આચરણમાં આવે છે. આચરણ રહિત શુષ્ક જ્ઞાન દીર્ઘકાળ ટતું નથી. પરંતુ સાથે તપ, જપ, દાન, આવશ્યક ક્રિયાઓનો એકધારો પ્રવાહ તત્ત્વજ્ઞાનને જીવંત રાખશે.
સામૂહિક ક્રિયામાં અવિધિ, અવિવેક, આકુળતા જેવું જણાય ત્યારે સહસા એમ કહેવું કે અવિધિથી કરવું એના કરતાં ના કરવું સારું, અથવા સમજપૂર્વક થાય ત્યારે જ કરવું. આ બંને સ્વમતિકલ્પના છે.
૮૪ * શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org