________________
અગ્નિથી દઝાય છે માટે રસોઈ આદિ કરવાં નહિ એમ કહેતા નથી. પરંતુ સમજ અને જાગૃતિપૂર્વક રસોઈ આદિ કાર્ય થતાં રહે છે. તેમ ક્રિયા આદિ કરવામાં સમજ પેદા થવા સંભવ છે. ન જ કરવું તે પ્રમાદ કે અહંકારને પોષવા જેવું છે. કારણ કે અભ્યાસથી ક્રિયા શુદ્ધ બને છે. પરંતુ તેનો ત્યાગ કરવાથી શુદ્ધિ પેદા થવાની નથી કે માર્ગની રુચિ પણ થવાની નથી.
અશુભ ક્રિયાથી અશુભ ભાવ પેદા થવાનો છે. અશુભ ક્રિયા તમારા ભાવને ખેંચીને દૂષિત કરે છે, માટે શુભ ભાવ માટે તમારે પ્રયત્ન કરવો પડે. તેથી શુભ ભાવને યોગ્ય જે પ્રસંગ કે જે ક્રિયાનો યોગ મળે તેને અવસર માની મનને શુભ ભાવથી ભરી લો. એક સિતાર જેવું સાધન તમારી આંગળી વડે ઝંકૃત થઈ ઊઠે છે, તો પછી તમારી ભાવના શુભ નિમિત્ત વડે ખીલી ઊઠશે માટે શુભ અવસરની એક પણ તકને જતી ન કરવી. - સત્સંગ, સદ્ભાવ, તત્ત્વદૃષ્ટિ આદિનો આદર તમે કેવી રીતે કરશો ? પરિણતિ અંતરંગ લક્ષણ છે. વળી તે તો પળેપળે બદલાતી અવસ્થા છે. તમે તેનું માપ કેવી રીતે કાઢશો ? હવે તમારે તે અનુષ્ઠાનમાં સમજ કે વિશ્વાસ કરવો છે તો ધીરજ સહિત પ્રવૃત્તિથી-ક્રિયાથી જ કરી શકશો, ત્યાર પછી અભ્યાસ વડે તમે ભાવશુદ્ધિ સુધી પહોંચશો.
સમૂહમાં કે કુટુંબમાં સંસ્કારી મનુષ્યોનો પ્રથમ પરિચય તેમની બાહ્ય ચેષ્ટાથી થશે. જેઓને સર્વજ્ઞ દેવ, નિગ્રંથ ગુરુ, દયારૂપ ધર્મમાં વિશ્વાસ છે. જેઓ જીવતાં બોધિના અને મરતાં સમાધિના સાધક છે. તેમની ક્રિયા બાધક કેવી રીતે હોઈ શકે ?
વળી કોઈ વાર એવું બને કે બાહ્ય ક્રિયા કરનારામાં. અજ્ઞાનવશ દંભ, સ્વાર્થ, માન, મહત્ત્વાકાંક્ષા, કપટ જેવા દુર્ગુણો હોય. તત્ત્વદૃષ્ટિરહિત જીવોમાં આવી નબળાઈ હોય છે, પરંતુ તે ક્રિયાના ત્યાગથી દૂર નહિ થાય, પરંતુ ક્રિયા સાથે તત્ત્વજ્ઞાનના બોધથી દૂર થશે. તેમની ક્રિયાઓ અધર્મ નથી. પરંતુ તેનું અજ્ઞાન અધર્મ છે. માટે જીવને કે ક્રિયાને બાદ કરવાનો નથી. પરંતુ અજ્ઞાન અને અધર્મને દૂર કરવાના છે.
ક્રિયા કરવામાં દંભ જ છે તેવી એકાંત માન્યતા કરવી નહિ. શુભ ક્રિયા બાહ્ય હોવા છતાં તે અશુભ કિયાને છોડવામાં ઉપકારી છે. ચોરે બેસીને નિંદા કરવા કરતાં ઉપાશ્રયે પ્રવચન સાંભળવું સારું છે. અશુભ સ્થાનોએ પત્તાબાજીમાં સમય ગાળવાને બદલે મંદિરમાં સ્તુતિ
તત્ત્વ મંથન * ૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org