________________
થાય છે કે પોતે આનંદસ્વરૂપ છે. આત્મા આત્મા વડે સંતુષ્ટ થાય
હાથી મહાકાય-સ્થૂલ શરીરવાળો છે. મહાવત તેનાથી નાનો સૂક્ષ્મ છે, પરંતુ હાથીને વશ કરવાની કળાવાળો છે. તે તેનાથી પણ સૂક્ષ્મ એવા અંકુશ વડે હાથીને વશ કરે છે. એ અંકુશથી પણ સૂક્ષ્મ મનોબળ છે. અને એ મનોબળથી પણ સૂક્ષ્મ આત્મા છે. તે પ્રજ્ઞા વડે ગ્રહણ થાય છે. પ્રજ્ઞા વડે આત્મબોધ થાય છે. મોહાદિ વિકલ્પ રહિત જ્ઞાન તે જ્ઞાન છે, પ્રજ્ઞા છે.
“અશુભની સામે શુભનું બળ ઘણું છે. આ વિશ્વમાં અશુભ ઘણું છે. પંચ પરમેષ્ઠિ ભગવંતોનો શુદ્ધભાવ એટલો બધો પ્રબળ છે કે તેની સામે અનંત જીવોનું અશુભ એકઠું થાય તોપણ તે પ્રચંડ દાવાનળથી આગમાં ઘાસના તૃણ તુલ્ય છે.” દીવા નીચે અંધારું ?
બાહ્ય જગતમાં સાધનની કેવી વિપુલતા ? માનવી રોજબરોજ આશ્ચર્ય પામતો જાય છે. એ વિચારે છે ક્યાં પુરાણા યુગના માનવીની ત્રીજા વર્ગ જેવી અત્યંત નીચી દશા, માટીનાં ઘર, લાકડાના ચૂલા, પાણીના ઘડા ઊચકવાનો અતિ શ્રમ, રોગમાં નિરાધારતા. આ સઘળું આજના માનવને થર્ડ ક્લાસ જેવું લાગે છે.
આજનાં યાંત્રિક સાધનો ગ્રેનાઈટનાં મકાનો, મોટા વીજળીના ગોળાના પ્રકાશ દેહની જેમ નજીક ફોન (કાર ફોન) જેવી સગવડો બધું જ ફર્સ્ટ ક્લાસ.
પરિણામ ? પુરાણા યુગમાં બધું થર્ડ ક્લાસ માનવી ફર્સ્ટ ક્લાસ ? (ઉદાર-સરળ) આજના યુગમાં બધું ફર્સ્ટ ક્લાસ માનવી થર્ડ ક્લાસ ? (સ્વાર્થી)
શાંતિ અને સંતોષનો જ્યાં દુષ્કાળ છે ત્યાં માનવને સુખ ક્યાંથી હોય ? એટલે આજનો એકનો વૈભવ અન્યને આંજી તો નાંખે, જોનારને તેમાં સુખ દેખાય અને ભોગવનાર તો સુખી નથી. વધુ મેળવવાની દોડમાં અશાંત છે. આવું દીવા નીચે જ અંધારું ?
માનવ જીવનમાં સુખ-દુઃખ એ એક ઘટના છે, તે માટે જવાબદાર માનવ પોતે જ છે. અમુક પદાર્થોથી માનવ સુખી છે તેમ કહેવું તે યથાર્થ નથી કારણ કે સુખ એવી સ્કૂલ વસ્તુ નથી. માનવે સુખની
૧૮૨ * શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org