________________
પરિભાષા બદલી નાંખી છે. એટલે તે સુખી થવાને બદલે સુખનાં સાધનો ભેગાં કરવામાં જિંદગી ખર્ચી નાંખે છે. સુખ શોધવાને બદલે સાધનો શોધે છે. પળે પળે બદલતાં સાધનો સુખ ક્યાંથી આપે ? તે તો અસંતોષની આગ ઊભી કરે છે, માટે હે ! સુજ્ઞ ! સમજ અને સાચા સુખનો સંકલ્પ કર.
માનવજન્મમાં ક્યારેક મહાપુરુષોને મળાયું પણ ભળાયું નહિ. મહાપુરુષોને મળવાનું સદ્ભાગ્યથી બને છે, પરંતુ તેમના સાન્નિધ્યમાં અંતર પડે છે. ક્યાંક છૂપો અહંકાર કહે છે કે દૂરથી દર્શન સારા. પાંચે ઇન્દ્રિયોના વિષયમાં જીવ એવું કેમ માનતો નહિ હોય ? કે તેનાથી દૂર જ સારા. ત્યાં મમત્વ કહે છે, ભોગવો, તેમાં સુખ છે. એક જગાએ અહંકાર કહે છે દૂર સારા. બીજી જગાએ મમત્વ કહે છે નજીક સારા. જીવના આવા દો રંગી વલણથી મહાપુરુષોનો ક્યારેક ભેટો થયો પણ જીવ દૂર રહ્યો. મળ્યો પણ ભળ્યો નહિ, સમર્પણ ન થયો.
નજીકમાં નજીક રહેલા પરમાત્મસ્વરૂપને જણાવનાર સદ્ગુરુજનો છે. એ ગૂઢ રહસ્ય પ્રગટ થવામાં મહાપુરુષોની કૃપા જરૂરી છે. પ્રભુ જે ગૂઢ છૂપો છે, બધાનામાં તે વસેલો છે. છુપાયેલા પ્રભુને પ્રગટ કરવા, સહૃદયથી જીવીએ.
જીવ મનુષ્યજન્મનું માહાત્મ્ય સમજે કે ન સમજે પરંતુ તેના સંસ્કારમાંથી તે નષ્ટ થવાનું નથી. કારણ કે કોઈ મનુષ્ય પશુ થવાનું પસંદ કરતો નથી. પશુઓમાં કોઈ પ્રકારનું સુખ હોવા છતાં મનુષ્ય પશુ થવાનું પસંદ કરતો નથી. કારણ કે સુખનો સ્પષ્ટ વિચાર કરવાનું સામર્થ્ય માનવમાં છે. તે પશુમાં નથી તે માનવની બુદ્ધિ કહે છે. એ બુદ્ધિને ઉત્તમતા તરફ વાળવી એ માનવજીવનની ઉત્તમતા છે.
તું તારા આ જન્મનો કે ઘણા જન્મોનો સરવાળો માંડજે, અને વિચારજે કે તેં શું મેળવ્યું ? અને જો તને પૂરી બાજી ખોટમાં લાગે, કંઈ સાથે લઈ જવા જેવું તારી પાસે બચ્યું ન હોય તો હજી સમય છે જાગી જા અને ઉત્તમતા શોધી લે. તેને જ વરી લે. અને તેને જ પ્રાપ્ત કરી લે.
Jain Education International
*
માનવજીવન ઉત્તમ છે * ૧૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org