________________
૧૦. સુખ ક્યાં સમાણું?
)
૦ સુખ અને દુઃખ કલ્પના છે ? ૦
વિશ્વમાં પ્રાણીઓ જેને સુખ માને છે, તે સર્વે શરીર ઇન્દ્રિય અને મનને મળતી અનુકૂળતાઓ છે. ઇચ્છાઓની આંશિક પૂર્તિ છે અને તેનાથી વિપરીત પ્રતિકૂળતા કે વસ્તુનો અભાવ તે દુ:ખ છે. વળી ઇચ્છવા ન છતાં જે જે સંયોગો આવે છે તે દુઃખ છે, અને જેને રાખવાની ઇચ્છા છતાં ચાલ્યું જાય છે તે દુઃખ કહેવાય છે ! આમ દુઃખનું આવવું અને સુખનું જવું તે વાસ્તવિક જીવન નથી. વળી જેના વડે એક વ્યક્તિને સુખ ઊપજે છે, તે સંયોગમાં બીજાને દુ:ખ ઊપજે છે, તેથી પણ તે સુખ-દુ:ખ કેવળ સાચાં નથી.
દુઃખ તેના સ્વભાવથી દુઃખદાયક હોવાથી કોઈને પ્રિય લાગતું નથી, અને જેમાં સુખની કલ્પના છે તે સુખ સ્થિર નથી, તે ક્યારે દુઃખમાં પરિવર્તિત થાય તે પ્રાણીના હાથની વાત નથી માટે તે વાસ્તવિક નથી. છતાં અજ્ઞાનવશ સુખ અને દુ:ખ જીવને અનુભવમાં આવે છે તે નકારી કેમ શકાય ? સંયોગાધીન સુખ-દુઃખ એ જ જીવન છે તેમ માની લઈએ તો વિકાસ રૂંધાઈ જાય. પરંતુ સુખના સમયમાં જે કંઈ સંયોગો, સાધન, શક્તિ છે તેનો સદ્ઉપયોગ કરતા જવું અને દુ:ખના સમયમાં અહંકાર અને માયા ત્યજી સમતાથી જીવવું તે દુ:ખનો ઉપયોગ કે છૂટવાનો સાચો ઉપાય છે. એમાં જીવનવિકાસ છે.
પરંતુ સુખમાં આસક્ત થવું, દુઃખમાં નબળા થવું તે અજ્ઞાન અને પ્રમાદ છે. દુઃખ આવે રડવાથી, સંતાપથી તે ઘટતું કે મટતું નથી. સુખ સમયમાં પદાર્થોની આસક્તિથી જીવનવિકાસ થતો નથી. વળી જો આ જન્મમાં પૂર્વનાં સંચિત કર્મોના ઉદયથી મળેલું દુઃખ ભોગવતાં દુ:ખ થાય છે, તો તેનું દુ:ખ ફરી ન મળે તેમ જીવ સાવધાન રહે તો તે દુઃખ પણ સુખનું કારણ બને છે. સુખથી પરવશતા કરવી અને દુ:ખનો દ્વેષ કરવો તે મૂછ છે. સુખનાં સાધનોની પરવશતાથી જીવનવિકાસ નથી. પણ દુઃખને સમતાથી સહેવું તે વિકાસ છે. લાચારી નથી કારણ કે જીવના પોતાના કર્તુત્વથી જ સુખ કે દુઃખનું સર્જન થાય છે.
૧૮૪ x ધૃતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org