________________
સામાન્ય રીતે માનવીને યથાર્થ સમજ ન હોવાથી તે સુખ-દુઃખ પાછળના ન્યાયી તંત્રનો સ્વીકાર કરતો નથી. વળી જે આવે અને જાય તેવાં સુખ- દુઃખાદિમાં તે ઘેરાઈ જાય છે. પરંતુ જેમાં આવવાનું નથી કે જવાનું નથી તેવા અવિનાશી ચૈતન્ય તત્ત્વ પ્રત્યે તેનો પ્રેમ કે આદર થાય તો આ સુખ-દુઃખના કંઠનો છેદ થઈ શકે.
સુખ અને દુઃખનું યુગલ સાથે રહે છે. તેમાં ગૌણતા મુખ્યતા થાય છે. બંને પરિવર્તનશીલ અને અસ્થિર છે. તેથી જીવ જ્યાં સુધી સુખના પ્રલોભનમાં પડે છે, ત્યારે દુઃખ પણ તેની સાથે જ હોય છે. તેથી મહાપુરુષોએ દુઃખનો અંત લાવવા સુખની ઇચ્છાઓને જ સમાપ્ત કરી. સુખ-દુઃખથી પર થઈ અભિન્ન એવા આનંદ સ્વરૂપ ચૈતન્યને જ તેમણે સ્વીકાર્યું
અનુકૂળતા એટલે સુખ અને પ્રતિકૂળતા એટલે દુઃખ આવી માન્યતા ઐહિક ઇચ્છાન્ય છે. ત્રણે કાળમાં ધાર્યું મળે તેવું બનવું સંભવ નથી, પરંતુ ત્રણે કાળની અપેક્ષાએ જે સુખ છે, તે સ્થિર છે. માટે સાધક આવવા-જવાના સ્વભાવવાળા આવા સુખ-દુ:ખમાં રોકાતો નથી. પરંતુ સુખ સમયમાં નમ્ર અને વિવેકી રહી, સ્વસ્થ ચિત્તે સુખને ભોગવી, આસક્તિ રહિત થઈ કર્મનું પુનરાવર્તન કરતો નથી. અને દુ:ખ સમયે પાતોના જ કર્મનો સ્વીકાર કરી સમતાભાવે તે દુ:ખ ભોગવીને પુનઃ તેનાથી બંધાતો નથી. આવી સર્વોચ્ચ ભાવના વડે જીવન સાર્થક કરે છે.
દુઃખને ખમવું, સુખને દમવું, પાપને ઉપશમાવવું એ ધર્મ છે. મનને દમવું, વચનને ખમવું, અને કાયાના કષ્ટને સહવું, એ આરાધના છે.” 0 સુખ ક્યાં છે ? ૦
સામાન્ય જીવો માને છે કે ધનના ઢગલામાં, સુંદર સ્ત્રી મેળવવામાં લોકોમાં પ્રતિષ્ઠા મેળવવામાં, પોતાની સત્તા જમાવવામાં, વાસનાઓની પૂર્તિમાં સુખ છે.
પણ સુજ્ઞ ! તે માનવનો જન્મ ધર્યા હતો તે એવી ક્ષુદ્રતા માટે નહિ પરંતુ એ ક્ષુદ્રતા ત્યજી શુદ્ધતા પ્રગટાવવા. વળી વિચાર કે ધનના ઢગલા વાળા સુખી છે કે તેની પળોજણમાં દુઃખી છે ? સુંદર સ્ત્રીવાળો સ્વદારા સંતોષી છે ? લોકપ્રતિષ્ઠા મેળવનારો માયા પ્રપંચ રહિત છે ! સત્તાવાળો પ્રેમમય છે ! જીવમાં આવું કંઈ જ મનોબળ
સુખ ક્યાં સમાણું? * ૧૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org