________________
નથી તો તે મળેલું સુખ મિથ્યા છે.
જ્ઞાનીઓએ એવા મિથ્યા સુખનો નિર્દેશ કરી સાચું સુખ બતલાવ્યું. તે સુખ બાહ્ય પદાર્થોમાં નથી પણ તે આત્મિક-આંતરિક અનુભવ છે. તેમાં બાહ્ય પદાર્થોની દોડ ન હોય, તે મેળવવાનો અજંપો ન હોય, તે ગુમાઈ જવાનો ભય ન હોય અર્થાત અજ્ઞાન ન હોય ત્યારે તે સુખનો અનુભવ થાય છે.
જેમ સાચી ભૂખ સૂકા રોટલાથી સંતોષાય છે. સાચી ઊંઘ તૂટેલા ખાટલામાં આવે છે. તેમ મહાત્માઓને બાહ્ય વિકટ પરિસ્થિતિ હોય છતાં આંતરિક દશામાં સુખનો અનુભવ થાય છે. કારણ કે એ સુખ બાહ્ય પદાર્થોની જેમ કોઈ હાટમાં મળતું નથી, પરંતુ નિજ ઘરમાં રહેવાથી પ્રાપ્ત થાય છે. આત્મા સુખનું ભાજન છે, સુખમય છે. તેથી આત્માનું સુખ આત્મામાંથી પ્રાપ્ત થાય છે. નિજ ઘરમાં વસવાટ કરવાથી એ સુખ સહેલાઈ અનુભવાય છે.
મનુષ્યને મળેલી બુદ્ધિનો વ્યવહારમાં ઉપયોગ થઈ શકે છે, પરંતુ આત્મસુખને પ્રાપ્ત કરનારી પ્રજ્ઞા આત્મામાં જ સ્થિર થાય છે. સબુદ્ધિને અનુકૂળ મન વર્તે તો જીવનનો વ્યવહાર પ્રજ્ઞાયુક્ત બને. ૦ એવા સુખનું દર્શન કરો ૦.
ભલે તું યોગી નથી પણ કથંચિત ભોગી છું. સુખનો રાગી છું, પરંતુ જો તું પરમાર્થ પંથનો અર્થી છું તો તને સાચા સુખનું દર્શન થવું સંભવ છે. ભ્રાંતિ સ્વરૂપ સંસારના પદાર્થોના સુખની વ્હાલપ ઘટે તને સુખનું દર્શન થવું શક્ય છે.
તેનો તદ્દન સરળ ઉપાય છે કે તું જ્યાં છું ત્યાં ભલે દુન્યવી દૃષ્ટિએ દુઃખી માનવોને જોઈને તેને અનુકંપા થાય, તેમનાં દુઃખો દૂર કરવાનો તને ભાવ થાય તો તારુ દુઃખ હળવું બની જશે. વળી તારાથી અધિક સુખ સમૃદ્ધિવાળાને જોઈને તને નિર્દોષ હર્ષ થશે તો તારા સુખની લોલુપતા કે ગર્વ જેવા દોષો નાશ પામશે.
પરમાર્થ દેષ્ટિથી વિચારે તો આ સૃષ્ટિની જીવ રાશિમાં વધુમાં વધુ દુઃખી નિગોદના જીવો છે, કે નારકના જીવો છે. તને એવું કંઈ દુ:ખ નથી. તને તો પંચેન્દ્રિય સંજ્ઞીપણું મળ્યું છે. વળી જો તું સુખનો વિચાર કરે તો ફક્ત એક જ સિદ્ધના સુખમાં અનંત સુખ સમાઈ જાય છે. અર્થાત્ તને કંઈ મોટું દુઃખ નથી કે તારે દીન થવું પડે
૧૮૬ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org