________________
અને એવું કંઈ મોટું સુખ નથી કે તારે સુખનો ગર્વ કરવો પડે. આવા ચિંતનથી તને સાચા સુખનું દર્શન થાય છે. આમ દુઃખનો વિચાર કરીને સંસારથી ખેદ વર્તે છે. સુખનો વિચાર કરી મોક્ષની અભિલાષા દૃઢ થાય છે.
જેની પાસે સુખનું આવું યથાર્થ દર્શન નથી, અને સુખ-દુઃખના મૂળ કારણનું અજ્ઞાન છે, ભૂતકાળની ભૂલોની ખબર નથી. તેઓ દુઃખ સમયે કલ્પાંત કરી, પુનઃ પુનઃ તેનું સ્મરણ કરી અન્ય પાસે વર્ણન કરી, દીન હિન થઈ આર્તધ્યાન કરે છે. જેનાથી દુઃખમાં વૃદ્ધિ થાય છે. માટે ઉત્તમ શ્રાવકોએ, શ્રાવિકાઓએ, મહાત્માઓએ દુઃખ સમયે શું કર્યું તે જાણવું, સમજવું, તો તમને સમાધાન થશે. પર પદાર્થોના સંયોગથી થતું દુ:ખ સુખનું આવાગમન જાણવામાં કુશળ થવું. જેથી તેવા સંયોગોમાં વિચલિત થવાય નહિ.
ઘણી વાર એવું કહેવામાં આવે છે કે ‘ધર્મીને ઘેર ધાડ'' અર્થાત્ ધર્મીને દુઃખ પડે છે. સંસારમાં જેમ કરોડપતિઓને મૂડી રક્ષાની ચિંતા હોય છે. ચોકીદાર રાખવા પડે છે તેમ ધર્મરૂપ ધન હોય ત્યાં કસોટી થાય, ત્યારે સમતા અને શ્રદ્ધા જેવા ચોકીદારો રાખવા પડે અથવા આપત્તિને સમયે સાધક પોતાની શક્તિને પ્રગટ કરે છે, અને દુઃખને પણ ઉપકારક માને છે.
પર્વતારોહણ કરતાં શ્વાસ ચઢે છે, થાક લાગે પણ પર્વતના શિખરે પહોંચવા ચઢ્યા વગર છૂટકો નથી, તેમ સાધના કાળમાં જેને ભૌતિક સુખ કહીએ તેનો ત્યાગ કરી જે કંઈ કષ્ટ આવે તેને સાધક સહર્ષ વધાવે છે. આત્મા ઉપર દેહાધ્યાસથી લાગેલી મલિનતા આપત્તિઓ દ્વારા દૂર થાય છે. કારણ કે દુઃખ પર સંયોગથી, કર્મના સંયોગથી પોતાની સર્જાયેલી ઘટના છે, તેને પોતે જ સમતાથી સહવી પડે, તો જ તે કર્મથી મુક્તિ થાય.
તત્ત્વદૃષ્ટિએ જોતાં આત્માનું સુખ સ્વકીય છે, તેને માટે આત્માભિમુખ થવું પડે. ધર્મથી સુખ છે કારણ કે ધર્મ જ આત્માની સંપત્તિ છે. જે આપત્તિ દૂર કરી શકે છે. તત્ત્વતઃ હું દુ:ખી છું નહિ. એવો બોધ થવો જોઈએ. એ બોધ ટકે ત્યારે મન સ્વયં તેને અનુસરે છે, એટલે સુખ-દુઃખની કલ્પનાઓ પણ શાંત થઈ જાય છે.
આ બોધ આત્મભાવરૂપે પરિણમે છે ત્યારે અંતરંગ શાંતિ વધે છે. આપત્તિ દૂર થઈ સંપત્તિ ચરણોમાં ઝૂકે છે. વિષ ખાવાથી મૃત્યુ
સુખ ક્યાં સમાણું ? * ૧૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org