________________
થાય છે એવો બોધ થયા પછી કોઈ વિષપાન કરતું નથી પરંતુ અમૃત મેળવવા પ્રયત્ન કરે છે. તેમ બોધનું પરિણમન જીવને પરપદાર્થોની પરાધીનતા થવા દેતું નથી. પરંતુ સાચા સુખની ભાવનાને દૃઢ કરે છે. ૦ સાચુ સુખ શું છે ? ૦
હે સુજ્ઞ ! સાચા સુખની પરિભાષા જગતના શાબ્દિક રચનામાં સમાઈ શકે તેવી નથી. પાર્થિવ સુખનાં સાધનો કે શબ્દો ત્યાં વામણા દિસે છે. એ સુખને શાશ્વત, નિરાબાધ, નિર્વિકાર નિત્ય, આત્મિક કે આધ્યાત્મિક સુખ કહે છે તે સુખના ધારકને સચ્ચિદાનંદ કે નિર્વિકલ્પ સમાધિ કહે છે. આ સુખ મન કે બાહ્ય સંયોગોને આધીન નથી પરંતુ સમાધિદશાને આધીન છે.
જગતમાં સર્વ જીવો સુખ ઇચ્છવા છતાં સુખને પ્રાપ્ત કરતા નથી. વળી કોઈ વિરલ જીવો જ સાચા સુખને શોધે છે અને પ્રાપ્ત કરે છે. આત્મિક સુખની, શુદ્ધ દશાની એક ક્ષણની દશામાં જે સુખ યોગીઓ અનુભવે છે તે ચક્રવર્તી તેના પૂરા આયુષ્યકાળ સુધી અનુભવતો નથી. તેનું વર્ણન કરતા કવિવરો પણ થાક્યા છે.
સત્ પુરુષો એ સુખની પૂર્ણતાએ પહોંચે પછી મૌન થાય છે. એથી તેમણે સાધનાકાળમાં જે તથ્ય અનુભવ્યું અને કહ્યું તેની શ્રદ્ધા કરી, સંયમ દ્વારા સુખ પ્રાપ્ત કરવાનો અભ્યાસ કરવો. પ્રારંભમાં એ સાધનામાં કષ્ટ રહેલું હોય છે. પરંતુ જે સત્ પુરુષોના બોધમાં વિશ્વાસ પેદા થયો છે, તે એવા કષ્ટને ઓળંગી નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરે છે. એ સમાધિમાં દૃઢ થઈ શાશ્વત સુખને પામે છે.
વાસ્તવમાં સુખ એ ઇષ્ટના સંયોગથી અને દુઃખ ઇષ્ટના વિયોગથી છે એમ નથી પણ તે સમયે જીવની આકુળતા એ દુઃખ છે, અને નિરાકૂળતા એ સુખ છે.
ચેપી રોગચાળામાં જંતુઓથી રક્ષણ માટે ઇન્જેક્શન લઈને તે સ્થળે કામ થઈ શકે છે તેમ માનવ સંયમ દ્વારા ગમે તેવા ઝંઝાવાતોમાં પણ પોતાનું રક્ષણ કરી શકે છે.
સુખની પ્રાપ્તિનો અને દુઃખને દૂર કરવાનો ઉપાય
પ્રથમ જીવે એવા નિર્ણય પર આવવું જોઈએ કે સુખ કે દુઃખ પર વસ્તુ ઉપર આધારિત છે, અથવા મનના અભિપ્રાયને આધારિત છે. વળી પર પદાર્થો અને મન નિરંતર પરિવર્તનશીલ છે. તેના પર
૧૮૮ * શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org