________________
કેવળ સુખનો આધાર સંભવ નથી. કારણ કે ઘણા સુખના વૈભવમાં મનની અશાંતિ અનુભવનારા હોય છે. અને સુખની સામગ્રીના અભાવમાં, દુઃખથી ઘેરાઈ જવા છતાં મનની શાંતિ અનુભવનારા છે.
આમ શાંતિ કે અશાંતિનો અનુભવ કરનાર મુખ્યત્વે મન છે. ચારે ગતિની અપેક્ષાએ મનુષ્યભવમાં દુ:ખની ઓછાઈ છે, તેમ સુખની ઓછાઈ છે. મનુષ્યને નરક તિર્યંચ જેવાં દુ:ખ નથી અને દેવલોક જેવાં અતિ સુખ પણ નથી. પરંતુ એ ગતિઓમાં ધર્મની માત્રા નહિવત્ કે અલ્પ છે, મનુષ્ય ગતિમાં ધર્મની સામગ્રીની માત્રા અન્ય ગતિઓ કરતાં વિશેષ છે. માટે એ સામગ્રીનો પૂરો સદ્ઉપયોગ કરવાથી શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે.
“પ્રામનો અસંતોષ અને અપ્રાપ્તનું ઔસુક્ય એ અશાંતિનું બીજ છે. થોડા દુઃખ વખતે અધિક દુઃખનો અભાવ દૃષ્ટિપથમાં લાવવો જોઈએ. સુખની અલ્પતા વખતે ધર્મ સામગ્રીની અધિકતાનો વિચાર મુખ્ય બનાવવો જોઈએ. આ રીતે ચિત્તવૃત્તિને વલણ આપવાનો અભ્યાસ કેળવવાથી શાંતિ અખંડ રહી શકે છે.’
દુઃખ મૂળમાંથી ઉચ્છેદ નથી થતું જ્યાં સુધી દુઃખનાં મૂળ એવા પાપ હિંસાદિ દુર્ભાવ, પ્રમાદ જેવા દોષથી પાપનું પોષણ થાય છે. પાપની જુગુપ્સા દુઃખ દૂર કરી શકે. માટે દુઃખનું સહવું પણ પાપને પોષવું નહિ. એ જ્ઞાન છે. બોધ છે. સમજ છે.
મનુષ્યને જેમ સાચા સુખની ખબર નથી તેમ સાચા દુ:ખની પણ ખબર નથી. તેથી તેની દૃષ્ટિ દુઃખનું મૂળ એવા દોષો પર જતી નથી. દુઃખમાં રડનારા દોષોના સેવનમાં રડતા નથી. દુ:ખથી મૂંઝાય ત્યારે દુઃખ દૂર કરવાની પ્રાર્થના કરશે, પણ દોષો દૂર કરવાની પ્રાર્થના કરવાનું તેને સૂઝશે નહિ. કારણ કે તે પોતાને ક્યારે પણ દોષમુક્ત માનતો નથી. આથી દુ:ખ સમયે દુઃખ બીજાને ભળાવવા તત્પર થાય છે. પણ ભાઈ દુ:ખને ભળાવવાનું નથી પણ વળાવવાનું છે.
માનવીને દેહમાં રોગ થાય ત્યારે ડૉક્ટર પાસે દોડી જાય. ઝઘડો થાય તો વકીલ પાસે જાય. તેમ જો તે દોષો દૂર કરવા સદ્ગુરુ પાસે જાય તો દોષ મુક્ત થઈ દુઃખ મુક્ત થાય અને સુખ પ્રાપ્ત થાય. સુખને શોધવું નહિ પડે. એ તારા આત્મામાં જ સમાયેલું છે.
૦ સમજ પછી માર્ગ સરળ છે ૦
Jain Education International
સુખ ક્યાં સમાણું ? * ૧૮૯
For Private & Personal Use Only
www.jainelibrary.org