________________
વ્યવહારનાં તથ્યો પણ બોધ આપી જાય છે. જો જીવ બોધ પામવા ઇચ્છતો હોય તો.
કેરી ગરમી સહીને મીઠાશ આપે છે. માટલું અગ્નિમાં તપ્યા પછી પાણીને ઠંડું બનાવવા યોગ્ય નિવડે
સાગરનું પાણી પીને બાષ્પિભવન થઈ મીઠું બને છે.
મલિન સોનું અગ્નિમાં તપીને શુદ્ધ બને છે. મનુષ્ય દુઃખ સહીને સરળ બને છે. સાધક બને છે. સામનો કરે છે, પણ સહન નથી કરતો તે દુઃખમાં વધારો કરે છે.
ભાઈ લક્ષ મોક્ષનું તો લક્ષણો પણ તેવાં જોઈએ, અગર જિંદગી લક્ષ વગર વહી જશે. વનમાં પ્રવેશ કરશો અને ઉપવનમાં પ્રવેશ કર્યા વગર જ ચાલ્યા જશો. અર્થાત્ ઉપવન જેવો માનવજન્મ મળ્યો, પણ વનમાં ભટકવાનું જ રહે. ચૌદ રાજલોકની સૃષ્ટિમાં તારા ઉતારા ચાલુ જ રહેશે.
મોક્ષનું લક્ષ તમને સમતાના પક્ષમાં લઈ જશે. દરેક પરિસ્થિતિમાં સમતા એ તમારો ધર્મ બનશે. તારે કંઈ આખા લોકનું સહન કરવાનું નથી. સમાજનું કથંચિત સહન કરવાનું નથી. ફક્ત કુટુંબમાં, સ્વજન, મિત્રોમાં કંઈક સહન કરવાનું છે તેમાં કંઈ તારે માથે આકાશ તૂટી પડવાનું નથી. વળી તે દુઃખ કે પ્રતિકાર પણ તારા જ કરેલા કર્મોનું વળતર છે. મનુષ્ય જન્મમાં તે પડતર કિંમતે મળ્યું છે તો હવે ઘડતર કરી લે.
વૃત્તિમાં સમતા હશે, પ્રવૃત્તિમાં સમતા આવશે તો વિષમતાથી નિવૃત્તિ થવી સંભવ છે.
આટલા દીર્ઘકાળની યાત્રામાં અનેક જન્મોમાં તું શું રૂપવાન, બળવાન, ધનવાન, કીર્તિવાન નહિ બન્યો હોય ! એક ગુણવાન, લક્ષવાન બનવાનું બાકી રહ્યું તેમાં તારી આ સંસારયાત્રા ચાલુ જ રહી.
આ સંસારમાં પુત્રો કે મિત્રોનો અભાવ ન હતો પણ સ્વભાવનો અભાવ હતો તેથી તારી સંસારયાત્રા ચાલુ રહી. હજી પણ બહાર કંઈ મેળવું તેવો કકળાટ ચાલુ છે. પછી તારો ઉકળાટ કેવી રીતે સમી જશે ? તમારી પાસે જે છે તેનાથી તમે સુખ મેળવી શકતા નથી તો જે નથી તેનાથી તમે સુખ કેવી રીતે મેળવશો ? સંપૂર્ણ સુખ જ્યાં છે તેવા આત્મામાં આત્માના ગુણોમાં જીવને શ્રદ્ધા નથી. એટલે તે
૧૯૦ x ધૃતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org