________________
સુખ સુધી તો તેની દૃષ્ટિ જતી નથી. અને જે સુખો પાછળ દુઃખ છે તેની પાછળ જીવ દોડે છે. કથંચિત ભૌતિક સગવડ સામગ્રીમાં સુખ છે તેનાથી તેને સંતોષ નથી. આમ સુખનો આકાંક્ષી અજ્ઞાનના અભાવે વ્યવહાર અને પરમાર્થ બંને રીતે સુખ હોવા છતાં સુખને જાણી કે માણી શકતો નથી.
જ્ઞાનીજનોએ સુખ માટે અપરિગ્રહ કે પરિગ્રહ પરિમાણ વ્રત બતાવ્યું છે, કે જે વડે સંતોષ પેદા થાય, સંતોષ એ સુખનું સાધન છે, ગુણ છે. સંતોષ થયો કે જે હશે તેમાં સુખ લાગશે. આ સંતોષ પૌગલિક પદાર્થોની પ્રીતિને ઘટાડી દેશે, જેથી તારી ચિંતાઓ પણ ઘટશે. મનુષ્ય પૌદ્ગલિક પદાર્થોમાં પ્રીતિ પથારો પસારીને બેઠો છે. એટલે તેને આત્મિક સુખ પ્રત્યે હજી દૃષ્ટિ ગઈ નથી. તે સામાન્ય બુદ્ધિથી એ ગુણોનો બીજામાં આરોપ કરે છે, પણ પોતે તે પ્રમાણે કરી શકતો નથી.
તે એમ વિચારે છે, સૌએ સંતોષ રાખવો જોઈએ. તે એમ બોલે છે કે કોઈએ લોભ કરવા જેવો નથી. તે એમ કહે છે કે કોઈ વસ્તુ આપણી સાથે આવવાની નથી. પણ આ “કોઈ ને બદલે એ “મારે” શબ્દનો પ્રયોગ કરે તો પથારો કંઈક ગૌણ બને. પણ આત્મિક સુખનો વિચાર કંઈ સંસારીઓ પાસેથી મળવાનો નથી, ભાઈ એ વિચાર મૂલ્યવાન છે તે તેને સંતો પાસેથી જ મળવા સંભવ છે.
આત્મિક સુખના વિચાર પ્રત્યે જતા પહેલા તો કષાયો અને વિષયો તારા આત્મસામર્થ્યના રસકસને શોષી લે છે. રસકસ વગરનો નબળો આત્મા મનમાતંગને કેવી રીતે વશમાં રાખશે ? એ મનને તું કોઈ પરમાર્થ પ્રયોજનમાં પ્રયોજિત કરે તો, મનની શક્તિ વળાંક લે, દષ્ટિ પરિવર્તન પામે, અને તે આત્મપ્રેમ પ્રત્યે વળે એમ બની શકે. 0 જિનવાણીનો પ્રભાવ છે
દીર્ધકાળથી વિષયો અને કષાયોના અંગારાથી આત્માના રસકસનું શોષણ થઈ રહ્યું છે. તે શોષણને અટકાવવાનું સાધન છે જિનભક્તિ અને જિનવાણી. જિનભક્તિ તપ્ત થયેલા રસકસ રહિત આત્માને પ્રથમ તો શાંતિ આપે છે અને જિનવાણી આત્માને પોષણ આપે છે. શોષણ અટકે, પોષણ મળે આત્માનું સામર્થ્ય પ્રગટ થાય છે. એકવાર આત્માની શક્તિ જાગૃત થાય પછી વિષયાદિ તેને વશ વર્તે છે. માટે મૂંઝાવું
સુખ ક્યાં સમાણું? * ૧૯૧
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org