________________
ભાવ જેટલો વધુ પવિત્ર, વધુ સૂક્ષ્મ, તેટલી તેની શુભ અસર પ્રગટ થવાની છે. સ્વભાવની શુદ્ધતાની અલ્પાધિકતા સાથે જીવનની ઉન્નતિનો કે અવનતિનો આધાર છે.
આત્મશક્તિ અમાપ છે, અચિંત્ય છે, અને અનંત છે અને તેથી તે શાશ્વત અને શુદ્ધ છે. શરીરની રચના કર્મના પુદ્ગલો - કાચા માલમાંથી થયેલી છે, તેથી તે નશ્વર છે. આવો બોધ થયેલ જીવને ભૌતિક જગતનું આકર્ષણ છૂટી જાય છે. શુદ્ધાત્મા જ પ્રાપ્તવ્ય છે તેવી દઢ રુચિ સમ્યગુદર્શનને ઘાતક છે. સ્વાધીન કે સર્વસંગ પરિત્યાગીને આત્માનો અનુભવ થાય છે.
૦ સૂત્રોનો પ્રભાવ કેમ જણાતો નથી ૦ મહર્ષિઓએ કહ્યું કે - 0 “જિન થઈ જિનવરને આરાધે તે સવિ જિનવર હોવે રે.” ૦ “ઈક્કોવિ નમુક્કારો જિણવર વસહસ્સ વદ્ધ માણસ્સ.” 0 “સંસાર સાગરાઓ તારેઈ નવ નારી વા.” ૦ “એસો પંચ નમુક્કારો સવ્વ પાવ પણાસણો.”
આ વિધાનો સત્ પુરુષોએ નિરૂપણ કર્યા છે. તેથી તે સત્ય જ હોય, છતાં એ પ્રમાણે બનતું જોવામાં કેમ આવતું નથી અથવા વિપરીત કેમ બને છે ? “જિન થઈ જિનવરને આરાધે તે સવિ જિનવર હોવે રે,”
જિનવરને આરાધતા કોઈ જિનવર થતાં કેમ જોવામાં આવતા નથી !
હે સુજ્ઞ ! જિનવરને આરાધવા એટલે હૃદયમાં વસાવવા, સર્વસ્વ અર્પણ કરવું. મન વચન કાયાના યોગ તેમાં જોડી દેવા, જિનવરના વિરહાગ્નિમાં બળવું. તેમની આજ્ઞામાં વર્તવું. જિન થવું એટલે પાત્ર થવું.
જિનવર તો વીતરાગ છે. નિઃસ્પૃહ છે, હિતસ્વી છે તેમને ભજવામાં આટલી શરત શા માટે ? તારી વાત તદ્દન સાચી છે. તેઓ નિઃસ્પૃહ છે એટલે તને સાચો રાહ બતાવે છે. લોભ લાલચમાં રોકતા નથી. હિતસ્વી છે માટે તેને પ્રારંભમાં જ સંસારના પ્રપંચથી મુક્ત થવા એ સર્વે વિધાનો બતાવ્યાં છે.
જિન થવા મૂલ્ય ચૂકવવું પડે. એક ધનપતિ થવા કે યશકીર્તિ
તત્ત્વ મંથન * ૧૦૧
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org