________________
આથી જ્ઞાનીને નિરાશ્રવ-અબંધક કહ્યા છે. ચારિત્રની સ્થિરતા ભૂમિકા પ્રમાણે વિકસે છે, પરંતુ અભિપ્રાય જ્ઞાન અને શ્રદ્ધા સમ્યગુ પ્રકારે પરિણમ્યા છે. તેથી જ્ઞાનીને આશ્રવ થતો નથી. કારણ કે તે રાગાદિ ભાવના કર્તા નથી જ્ઞાતા છે, તેથી તેમનું કર્મ બંધનકર્તા નથી. પરંતુ તેમનો પ્રત્યેક ઉદય કે કર્તવ્ય મુક્તિદાયક જ છે. આથી જેને મુક્તિનો અનુભવ છે તે જ જીવોને મુક્તિનો માર્ગ બતાવી શકે. આવા જ્ઞાની રાગાદિ ભાવની ગ્રંથિથી મુક્ત હોવાથી નિગ્રંથ છે.
આ નિગ્રંથ મહાત્મા આપ્તપુરુષ – વિશ્વાસનીય છે. સંસારી જીવની નીચેની ભૂમિકાથી ઠેઠ મુક્તિની પ્રાપ્તિ સુધીના સર્વ સાધન માટે જ્ઞાની આપ્તપુરુષ છે. પારસમણિ જેવા છે. અવિશ્વાસનું પાતળું પડ પણ જેનામાં નથી તે તેનો સ્પર્શ કરે તો સ્વયં જ્ઞાનસ્વરૂપને પામે છે.
આત્મા વિકલ્પની કે ઉપાધિરહિત નિર્વિકલ્પ છે તે જાણવા માટે નિર્વિકલ્પ સમાધિસ્થ જ્ઞાની પુરુષનું સાન્નિધ્ય અતિ જરૂરનું છે. તેમની નિશ્રામાં તેમના મન વચન કાયાની અદ્ભુત ચેષ્ટાનું જે ચિંતન મનન કરે છે, તે તેના જેવો થાય છે. તેમ થવામાં પ્રથમ આંતરિક સાધન પરમ વિવેક છે. હું કંઈ જ જાણતો નથી તેવી દૈન્યતા જોઈએ. સર્વ પ્રકારની માન્યતા ત્યજીને જે એક ભવ આવા સતપુરુષને ચરણે ગાળે છે તે અવશ્ય મુક્તિને વરે છે.
સંપૂર્ણ શરણાગતિ એ જ જ્ઞાનીને ઉપાસવાનો ઉપાય છે, પરંતુ જો તે પોતાની અલ્પ બુદ્ધિ વડે જ્ઞાનીને માપવા જાય તો તે પોતાની મૂર્ખાઈ પ્રગટ કરે છે. જ્ઞાની ઓળખવા જ્ઞાન નહિ પણ વિનય જરૂરી છે. કદાચ પ્રારંભમાં તું તેમની આરાધના ન કરી શકે તો વાંધો નહિ પરંતુ વિરાધના તો ન જ કરતો. કારણકે જ્ઞાનસ્વરૂપ આત્માની વિરાધના જીવને પોતાના આત્મસ્વરૂપથી વિમુખ બનાવે છે. જે અનંત સંસારનું કારણ બને છે. તેનું નિવારણ પરમાત્માની સંપૂર્ણ શરણાગતિમાં રહેલું
જ્ઞાનીનો અનુભવ આત્મભાવોના અવલંબનને આધારિત છે, એ વિશ્વમૈત્રી, પૂર્ણ કરુણા. અહિંસા અને નિસ્પૃહતા વડે પ્રગટ થાય છે.
આત્મભાવ આત્મીયતાને સૂચવે છે. જ્ઞાની-જ્ઞાનસ્વરૂપે રમણ કરે છે ત્યારે કંઈ આકૃતિ બદલાતી નથી. તેમની આત્મીયતા આત્મલાભ સાથે જગત જીવોને આત્મભાવનું પ્રદાન કરે છે.
૧૦૦ * કૃતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org