________________
૦ અવલંબન ૦
ઉપાસ્ય તત્ત્વ બાહ્ય અવલંબન માટે સત્ દેવ-ગુરુ-ધર્મ છે. અંતરંગ અવલંબન માટે વૈરાગ્ય છે. જે નિમિત્તમાંથી વૈરાગ્ય ભાવના દઢ બને તેમ વિચારવું, પછી મનને તે બાહ્ય નિમિત્તમાંથી પાછું ખેંચી શુદ્ધાત્મામાં જોડવું. તેનું મનન કરવું. જેમકે દેહ અશુચિથી યુક્ત છે. તેમાં મમત્વ કરવા જેવું નથી. સાધન સામગ્રીઓ અનિત્ય છે. તેનું અહંમત્વ કરવા જેવું નથી. એક શાદ્ધાત્મા જ ઉપાસ્ય છે.
ઉપયોગનું આત્મ સન્મુખ થવું તે પુરુષાર્થ છે, અને તે જ અંતરંગ કારણ તારક બને છે. બધા જ મહાપુરુષો સ્વવીર્ય અને શુદ્ધોપયોગ વડે જ તર્યા છે. સંસાર દુઃખરૂપ અને અસાર લાગે છે ત્યારે જ આત્મા સારરૂપ લાગે છે. એવું નિજ સ્વરૂપનું શ્રદ્ધાન દુર્લભ છે.
આ દેહની હૃદયરૂપી ગુફામાં મોહની બેઠક છે, તેને સ્થાને મોક્ષ ભાવની બેઠક જમાવવી જોઈએ. બાહ્ય દોડને છોડી મનને અંદર લઈ જવું તે અંતર્મુખતા સમ્યગ્દ ર્શનનું દ્વાર ખોલી નાંખે છે. જે દેહ માટે જીવ પોતાનું જ વિસ્મરણ કરે છે તે દેહ તો આવાગમનવાળો છે. આત્મા આત્માને ક્યારે પણ ત્યજી દેતો નથી એમ બોધ થવો તે જ્ઞાન છે. આત્મામાં ઉપયોગનું એકત્વ એ સમ્યકત્વ છે.
આ શુદ્ધાત્માને જાણવો તે જ્ઞાન છે, અને એ જ્ઞાન મુજબ તેનું જ ધ્યાન કરવું તે ક્રિયા છે. જ્ઞાન વગર ધ્યાનમાં ટકાતું નથી. જે વિષયમાં એકાગ્રતા કરવી છે, તે વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે. તે જ્ઞાન મોહનીય આદિ વિકલ્પ રહિત નિર્વિકલ્પ હોય તો આત્મસાક્ષાત્કાર થાય છે. આત્મસાક્ષાત્કાર એટલે આત્માનું સ્વસંવેદન. સ્વસંવેદન સહિત ધર્મક્રિયા ધર્મસ્વરૂપ-આત્મસ્વરૂપ બને છે, ત્યારે જીવ દેહબુદ્ધિથી છૂટે છે. ૦ દેહબુદ્ધિ ક્યારે છૂટે ? ૦
દેહબુદ્ધિ સંસારનું મૂળ છે. સંસાર બહાર નથી તેટલો બુદ્ધિમાં વર્તે છે. જ્ઞાનીઓએ જ્ઞાન વડે સંસારનો સંક્ષેપ કરી શુદ્ધ ઉપયોગ વડે કર્મોને ક્ષીણ કર્યા. સંસારીએ જ્ઞાન સ્વરૂપને ભૂલીને હું રાગાદિભાવ અને દેહ સ્વરૂપ છું તેવી માન્યતા કરી છે. આથી માનવદેહાદિ સર્વ અનુકૂળતા મળવા છતાં પણ સમ્યગ્દર્શન ન થયું. ગમે તે સંયોગમાં હું જ્ઞાન સ્વરૂપ છું એ ભાવ ટકી રહેતો સમ્યગદર્શનને પાત્ર બને. સમ્યગ્દર્શન રહિત જીવ અંધ જેવો છે.
અધ્યાત્મનું રહસ્ય શુદ્ધ દૃષ્ટિ છે કે ૨૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org