________________
જીવો પોતાને અનુભવની એરણ પર ચઢાવી પૂર્ણતા પ્રાપ્ત કરે છે. અંશની પ્રતીતિ વડે પૂર્ણમાં લઈ જનારા આ સત્તાસ્ત્રોનો મહાન ઉપકાર
વ્યવહાર જીવનમાં પણ અંધાપાનું દુઃખ અતિ કઠિન છે. ધર્મજીવનમાં અજ્ઞાનરૂપ અંધકાર વર્તમાન જીવનને અતિ દુઃખદાયી બનાવે છે. ચક્ષુનો અંધાપો આ જન્મ પૂરતો દુઃખદાયી છે, અજ્ઞાનનો અંધકાર કોણ જાણે કેટલીયે જિંદગીઓને ભરખી જશે ?
સંસારમાં અનેક પ્રકારની પાપલીલાઓ અજ્ઞાનને કારણે ચાલી રહી છે. પરંપરાથી ચાલ્યું આવતું અજ્ઞાન કેટલાંયે કષ્ટોની પરંપરા સર્જે છે તેનું જ્ઞાન કરાવવા શાસ્ત્રો અને શાસ્ત્રકારો સમર્થ છે.
મિથ્યાજ્ઞાન તો દૂર રહો પરંતુ હિતાહિતનું અજ્ઞાન પણ ભયંકરતા સર્જે છે. અભક્ષ્યાહાર, પાપાચરણયુક્ત વ્યાપાર, હિંસાદિ કૃત્યો, દુરાચરણ પરિણામે દીર્ધકાળનાં દુ:ખને આમંત્રણ.
૦ એ ભયંકરતાથી બચવાના ઉપાય ? ૦ સાચી સમજ, સમ્યગુજ્ઞાન એ એકમાત્ર ઉપાય છે. શાસ્ત્રોની કાર્યશીલતા સમ્યજ્ઞાન કરાવવાની છે. સમ્યજ્ઞાન કોને કહેવું ?
આ કાળમાં જેટલા મત તેટલા પંથ છે. ત્યાં સમ્યગૃજ્ઞાન કોને કહેશો ? દરેક પોતાના મતને જ્ઞાન કહેશે. તે બરાબર નથી. જેમ કુશળ માનવ વ્યવહારમાં પોતાનું અહિત થાય તેવા પ્રસંગો કે પ્રકારોથી દૂર રહે છે. તેમ પરમાર્થ ક્ષેત્રે કસોટી છે કે જેનાથી આત્મહિત થાય તેવું જણાય તે સમ્યગૃજ્ઞાન, આત્મઉત્થાન પ્રત્યે ન લઈ જાય તે અજ્ઞાન.
જેનાથી માયા-પ્રપંચ વધે, આગ્રહ-દુરાગ્રહ વધે, મૈત્રીને બદલે વાડાબંધી વધે, મારું સાચું છે તેના આચારને બદલે પ્રચાર વધે, અધ્યાત્મના પરિણામને બદલે વાણીવિલાસ વધે, બાહ્યાડંબર દ્વારા ભોળાજનોને ધર્માભાસ પ્રત્યે લઈ જવામાં આવે. સાચા સાધકને આમાંનું કંઈ અભિપ્રેત નથી. આ કાળમાં સર્વજ્ઞ પરમાત્માની શુદ્ધ પરંપરાએ જે શાસ્ત્રો મળ્યાં તેનો સઉપયોગ કરવો. આ કાળમાં સશાસ્ત્રો નથી તેમ ભ્રમ ન કરવો.
જો કે સમ્યજ્ઞાન કોને કહેવું તે પ્રશ્નની જેમ અહીં એ પ્રશ્ન થશે કે સત્શાસ્ત્રો કોને કહેવાં ?
આ કાળ પૂર્ણ કેવળજ્ઞાનીની ઉપસ્થિતિનો નથી. ક્ષયોપશમ કે
૧૦૬ * શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org