________________
ઉપશમ સ્વરૂપ નિઃસ્વાર્થ ગીતાર્થજનોએ ઉત્સૂત્રતાના પાપને લક્ષ્યમાં રાખી જે શાસ્ત્રોનું નિરૂપણ કર્યું તે આપણે માટે શ્રદ્ધેય છે.
“જે શાસ્ત્રો જગતમાં જેવું છે તેવું સ્વરૂપ જણાવે છે અને જે શાસ્ત્રનું એક પણ વચન પ્રત્યક્ષ જગતથી વિરુદ્ધ જતી એક પણ વાતનું સમર્થન કરતું નથી તે શાસ્ત્રો સર્વજ્ઞ પરમાત્માનાં કહેલાં છે. જેમાં જગતનું સત્ય સ્વરૂપ બતાવવા માટે સ્યાદ્વાદનો આશ્ચય છે. એકાંત નિરૂપણ નથી. તે શાસ્ત્રકારોનાં શાસ્ત્રો પરમ શ્રદ્ધેય છે.”
વળી જે શાસ્ત્રો હિંસા જેવાં કાર્યોને ધર્મમાં સામેલ કરે તેને ધર્મ તરીકે સમજાવે તો તે શાસ્ત્રો સર્વજ્ઞપ્રણીત સિદ્ધ થતાં નથી.
હિંસા સર્વ દેશ અને સર્વ કાળે સર્વ જીવો માટે સ્વ-પર અહિતકર અને અનિષ્ટક છે. આવા અન્ય નિવેદનો અસત્ય અને અશ્રદ્ધેય છે. એકાંત દુરાગ્રહ રહિત નિત્યાનિત્ય, શુદ્ધા-શુદ્ધ, નિત્ય પરિણામી જેવા પદાર્થના સ્વરૂપને સ્યાદ્વાદશૈલીથી નિરૂપણ કરનારાં શાસ્ત્રો સભ્યજ્ઞાનના અમૂલ્ય ખજાનાથી ભરેલાં છે.
પાપી પોતાના પાપથી દુ:ખ ભોગવે છે, તે પાપી પ્રત્યે પણ અનુકંપા અને પાપ પ્રત્યે સજાગતા તે શાસ્ત્રનો હેતુ છે. લોકોત્તર વ્યવહાર છે. પાપીને સજા કરવાનો ઇજારો લૌકિક વ્યવહારનું ન્યાયતંત્ર છે.
૦ અનુકંપા જેવાં ધર્મો સીમાબદ્ધ કેમ થયાં ? ૦
કોઈપણ જીવનો વધ કરવો, તેના પ્રાણનો ઘાત કરવો, તેને રિબાવવો, તેવી હિંસા મહા અધર્મ છે. કોઈ પ્રકારે તેને ધર્મ કહેવો તે અજ્ઞાન છે. ધર્મને નામે ચઢાવીને હિંસક કાર્યોને પણ અહિંસામૂલક ગણાવવાં તે અજ્ઞાન છે. તે અસનિરૂપણ છે.
આવાં વિધાનો કેવળ જૈનેતરો માટે છે તેમ આંખ આડા કાન ન કરવા. એથી કર્મ ભૂલથાપ ખાતું નથી. એક સમય એવો હતો કે રેશમનાં વસ્ત્રો નિર્દોષ મળતાં હતાં. જંગલમાં કોશેટા ઝાડ ફરતા તાર બાંધતા, તે આદિવાસીઓ લઈ આવતા તેમાંથી રેશમ બનતું. આજે માંગ વધી, મોહ વધ્યો.
આજે એક મીટર રેશમ બનાવવામાં સાતથી દસ હજાર કોશેટાને પાણીમાં ઉકાળવામાં આવે છે. તે જાણવા છતાં છકાય જીવની રક્ષાવાળા પણ જાહેરાત કરે કે રેશમી વસ્ત્ર પહેરી પૂજા વિધિ વગેરે કરો, પ્રસંગે તેઓ પણ ધર્મને પાને ચઢાવી તેવાં વઓનો (ઉપકરણ માટે) ઉપયોગ
“શ્રુતમ: મખિલં સર્વ લોકૈક સારમ્' × ૧૦૭
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org