________________
કરે, તો તે વિચારણીય છે.
તે પ્રમાણે કસ્તૂરીનો ઉપયોગ ધર્મક્રિયામાં ઉત્તમ દ્રવ્ય તરીકે થાય છે. આજે તેની માંગ વધી, શ્રીમંતાઈ વધી એવાં દ્રવ્યોનો ઉપયોગ વધ્યો. મૃગને મારીને જે વસ્તુ મળે તેને ઉત્તમ દ્રવ્ય કેવી રીતે કહેશો ?
તે પ્રમાણે વરખનો પ્રશ્ન, અંબર જેવા પદાર્થો માછલીના કલેજામાંથી મેળવાય છે. મોતી બનાવવામાં પણ ઘણી જ હિંસા છે. આવા પ્રશ્નો દયાનું મૂલ્ય વૃદ્ધિ પામે તે માટે વિચારણીય છે. પાંજરાપોળના જીવોને છોડાવવા જેટલી દયા સંકુચિત નથી. તેનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. સશક્ત અને અશક્ત બંને જીવો તેનું ક્ષેત્ર છે.
જે કાળે તે પદાર્થો નિર્દોષ મળતા હતા તે કાળે તે વસ્તુનો ઉપયોગ થતો, તે જ વસ્તુઓ જ્યારે જાહેરમાં આવી કે એ સર્વે પદાર્થોમાં ઘણો દોષ છે. હિંસા છે, ત્યારે તેને સ્થાને બીજાં સાધનો યોજવાને બદલે, ધર્મને નામે તેનો બચાવ કરવમાં શું હિત છે ? તે વિચારણીય છે.
કદાચ એમ માનવામાં આવતું હોય કે ગૃહસ્થને સ્વરૂપ હિંસા, સ્થાવર હિંસાનો દોષ હોય છે. છતાં તેમાં જયણા ધર્મ બતાવ્યો, અને ત્રસકાય જીવની હિંસા ન કરવી તેવો ધર્મ બતાવ્યો. આગળ બતાવ્યા તે સર્વ પ્રકારો ત્રસ, અને પંચેન્દ્રિય જીવોની હિંસાને લગતા છે. ગૃહસ્થજીવન ઘણાં પાપોથી ભરેલું છે તેમાં આ પાપ ખપી જશે કે ઉમેરો થશે ? કર્મ ભૂલથાપ ખાશે કે ધર્મને નામે છે જવા દો. ગૃહસ્થને તેનું પાપ ન લાગે ? ' અરે ધર્મક્રિયા શુદ્ધ હોય, પાપદોષરહિત હોય અને જીવના પરિણામ દોષસહિત હોય તો પણ તે દુર્બાન મનાય છે, અને અશુભ કર્મ બંધાય છે માટે ધર્મક્રિયા દ્વારા અને એ પ્રસંગોથી જ સાચું શિક્ષણ મળવું જોઈએ.
ગૃહસ્થ પોતાના સંસારના પ્રસંગોમાં જે કંઈ આવા પદાર્થો વાપરે છે, તેમાં તેનો રાગ છે તેથી દોષ છે. જેટલો રાગનો ભાગ છે તેટલો પદાર્થોની હિંસાનો દોષ છે. તેમ ધાર્મિક પ્રસંગોમાં પણ કંઈક શુભ ભાવ હોય અને વિશેષ અયતના હોય તો વિચારણીય છે.
શ્રી શત્રુંજય તીર્થમાં શ્રી આદેશ્વર દાદાને શેરડીના રસથી પ્રક્ષાલન થતું, તે રસ જ્યાં એકઠો થતો, છાંટા ઊડતા ત્યાં દિવસો સુધી કીડી જેવાં જંતુઓનો નાશ થતો. ઘણાં વર્ષો સુધી આના પ્રતિબંધનો વિવાદ
૧૦૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org