________________
ચાલ્યો. કીડીઓના પુણ્ય, કે પાપથી બચવાના ભયે તે વિધિમાં પ્રતિબંધ મૂક્યો. તેથી સમાજને કે ધર્મને કંઈ હાનિ થઈ નહિ.
અષ્ટપ્રકારી આદિ પૂજા વિધિનું માહાત્મ્ય પૂર્ણપણે જળવાવું જોઈએ. તે તે ક્રિયાઓ જીવને ભાવ પ્રત્યે લઈ જનારી છે. પ્રક્ષાલપૂજા, પુષ્પપૂજા વગેરે જે તે સ્થાને યોગ્ય છે.
આ પ્રશ્નો એટલા માટે વિચારણીય છે કે આનો વ્યાપ વધતો જાય છે. વિવેકશૂન્યતા પણ વધતી જાય છે. પ્રતિમાજીને પુષ્પ ચઢાવું, પુણ્ય કમાઉં, પણ પગ તળે ચગદાતાં પુષ્પોને વાંકો વળીને યોગ્ય જગાએ મૂકવાનો ઉપયોગ જવલ્લે જ જોવામાં આવે છે. ચંદન-કેસરમાં પણ વિવેક રાખી દુર્વ્યય અટકાવવો જરૂરી છે.
આ પ્રશ્નો સૂક્ષ્મ રીતે વિચારણીય એટલા માટે છે કે આવાં કારણો સામાન્ય માનવને દયાહીણો બનાવી નહિ દે ? ધર્મક્ષેત્રે આનો વિચાર થશે તો કર્મક્ષેત્રે એ જ શ્રાવક વિચારતો થશે. અગર તે મનને મનાવી લેશે કે ધર્મક્ષેત્રે બિનજરૂરી અતિશય દિવા શોભા આપે છે. હજારોના ખર્ચે પુષ્પોથી સુશોભન કરવામાં આવે છે. તો સંસારના પ્રસંગે પણ વટ પાડી દઈએ ? ધર્મક્ષેત્રે કરીએ તો પુણ્ય થાય તેવો ભ્રમ સેવે, અને સંસાર ક્ષેત્રે તે કંઈ ઓછું કરે તેવું જવલ્લે જ બને.
ધર્મ પ્રસંગો જ પ્રતીક બનવા જોઈએ. પૂજા સિવાય સુશોભન જેવામાં પુષ્પોને બદલે અન્ય સુશોભન, રેશમી વસ્રને બદલે અન્ય શુદ્ધ વસ્ત્રો એમ કંઈક પ્રયોગ કરે તો તે સંસારના ક્ષેત્રે પણ પહોંચે. ભવ્યાત્માઓ કંઈ વિચારતા થાય અને વિવેકશીલ બને. આ કોઈ આખરી મંતવ્ય નથી પરંતુ અનુકંપાની ભાવના વિસ્તૃત બને તે માટે વિચાર વિનિમય માટે પ્રસ્તુત કરેલ છે.
“આંખો ધોખો ખાઈ જાય તે બને, બુદ્ધિ દગો આપે તે બન્ને પણ સર્વજ્ઞ પરમાત્માનું વચન કે વચનોના સમૂહરૂપ શાસ્ત્રો ત્રણ કાળમાં કોઈ એક પણ જીવને દગો દેતું નથી, એટલું જ નહિ પરંતુ સગી મા કરતાં પણ સવાયા હેતથી તેની આંગળી ઝાલનારા જીવને હેમખેમ સંસારથી પાર કરે છે.”
૦ શાસ્ત્રો એટલે સર્વજ્ઞ પરમાત્માનો બોધ ૦ “આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ ત્યાં આધાર સુપાત્ર”
“શ્રુતમ: મખિલં સર્વ લોકૈક સારમ્' × ૧૦૯
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org