SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. શ્વતમહ મખિલ સર્વ લોકૈક સાર ) શાસ્ત્રમહિમા શાસ્ત્રનો સ્રોત, - શ્રુતસરિતાની જન્મોત્રી તીર્થંકર પરમાત્માનો વચનબોધ છે. સાગર સમાં એ વચનોને ગણધરોએ પોતાના માનસપટની ગાગરમાં ઝીલ્યા અને ઉપશમ સ્વરૂપ એવા મુનિજનોએ જગતના જીવોના કલ્યાણ માટે ગ્રંથારૂઢ કર્યા. જિનવાણી અનંત અનંત ભાવ, ભેદ, નય અને પ્રમાણોથી યુક્ત છે. તીર્થંકરના વિરહકાળમાં સમસ્ત વિશ્વના જીવોને હિતકર છે. ભવોદધિથી તરવાને નાવ સમાન છે. અલ્પમતિ જનો તેનો તાગ પામી ન શકે પણ પ્રભુવચનના વિશ્વાસે જીવ પૂર્ણજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. આ કાળમાં જિનવાણી સમ્યગુજ્ઞાનની પ્રાપ્તિનું કારણ છે. “જિનવરની વાણી મોહવલ્લી કૃિપાણી પ્રણમો હિત આણી મોક્ષ તણી એ નિશાણી.” સંસાર પરિભ્રમણનું કારણ મોહ છે, જિનવરની વાણી એ મોહની વેલને જ છેદી નાંખવા સમર્થ છે. “શાસ્ત્રો પરમ શ્રદ્ધેય છે. સર્વજ્ઞ સર્વદર્શી શ્રી તીર્થંકરદેવ કથિત શાસ્ત્રો એ સમ્યગુજ્ઞાનની પ્રાપ્તિનું સાધન છે.” શ્રુતજ્ઞાનરૂપી ચક્ષુવડે જેઓ ત્યાગ કરવા લાયક અને આદર કરવા લાયક પદાર્થોને નિરંતર સમ્યગ્ પ્રકારે જુએ છે તેઓ આ વિશ્વમાં ચક્ષુવાળા છે. વિશ્વમાં જ્ઞાન એ પ્રકાશ છે. અજ્ઞાન એ અંધકાર છે.” માનવજન્મ મળ્યો, અન્ય સામગ્રી મળી છતાં અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાયેલો અભિશાપને જ આધીન છે. આંખવાળો હોય પણ અજ્ઞાન હોય તો સોનું કે પિત્તળ, હીરો કે કાચનો ભેદ જાણતો નથી, તે જ પ્રમાણે અજ્ઞાની પોતાના હિતાહિતને જાણતો નથી. ધર્મશાસ્ત્રો અખંડ સત્યને દેશકાળના ભેદથી રજૂ કરતા મણકા છે. તે શાસ્ત્રો જિજ્ઞાસા અને શ્રદ્ધાને પુષ્ટ કરનાર ઉત્તમ કારણ છે, ભલે શાસ્ત્રો સત્યના અંશને પ્રગટ કરે, પરંતુ તે શાસ્ત્રોના શ્રુતજ્ઞાન વડે પાત્ર “શ્રતમ: અખિલ સર્વ લોકેક સાર” x ૧૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy