________________
કાટમાળને દૂર કરવો પડે, પોતે પણ બહાર નીકળવું પડે તેમ કર્મસત્તાના કાટમાળને ખસેડી, મારાપણાના ભાવને છોડે ત્યારે તે જ જગાએ જેમ નવા સુંદર મકાનનું સર્જન થાય છે તેમ ધર્મસત્તાનું સર્જન થાય છે.
0 સુખપ્રાપ્તિ-દુઃખમુક્તિ ૦ અરિહંત પરમાત્માએ પ્રકાશ્ય છે કે જ્યાં સુધી સંસારપરિભ્રમણ મટે નહિ, ત્યાં સુધી દુઃખનો અંત થાય નહિ. તેઓ સ્વપુરુષાર્થ વડે સર્વકર્મથી મુક્ત થઈ અવ્યાબાધ સુખ પામ્યા અને જગતના જીવોને કર્મમુક્ત થવાનો માર્ગ બતાવ્યો જે માર્ગ આરાધીને જીવો દુઃખરહિત થયા, વર્તમાનમાં થાય છે, ભવિષ્યમાં થશે અને અનંતસુખને પામ્યા, પામે છે, અને પામશે.
અરિહંત પરમાત્મા દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિનો પારમાર્થિક ઉપાય પ્રત્યક્ષ જાણે છે. અધિકારી જીવો તેમના કહેવાથી જાણે છે. અરિહંત સર્વજ્ઞ કે તેમના આજ્ઞાધારી સિવાય એવો પારપાર્થિક માર્ગ જેઓ બતાવે છે તે શ્રદ્ધેય નથી. તેવા અપૂર્ણ જ્ઞાનીઓના માર્ગે ચાલવામાં અકલ્યાણ છે.
સર્વજ્ઞ બતાવેલો માર્ગ કષ્ટપૂર્ણ હોય તોપણ તે આદરણીય છે. અજ્ઞાનીનો કે અલ્પજ્ઞાનીનો બતાવેલો માર્ગ સુખદ લાગતો હોય તો પણ તે અનાદરણીય છે. સર્વજ્ઞના માર્ગને અનુરૂપ સંયમાદિ બતાવવામાં આવે તેમાં અનાભ્યાસને કારણે તે પ્રારંભમાં કષ્ટદાયક લાગે છતાં પરિણામે તે સુખકર્તા છે. અજ્ઞાની જનોની દૃષ્ટિ સાચા માર્ગ પ્રત્યે નથી. પ્રશંસા, અપેક્ષા કે અનુયાયીઓનાં સંખ્યાબળ પ્રત્યે તેમની દૃષ્ટિ છે. પોતે આત્મજ્ઞાનના ધારક નથી. દુઃખમુક્તિનો સાચો ઉપાય તેઓ જાણતા નથી. પોતે સંયમાદિમાં શિથિલ હોય એવાં કારણોથી સમૂહને સંયમાદિ કરવા જેવાં નથી. આંખ બંધ કરી બેસો, જ્ઞાન કરો. આંખ ખોલો તો શાસ્ત્ર સ્વાધ્યાય કરો, જ્ઞાન કરો, એ જ સાચું છે. સમૂહ પણ બે મણની તળાઈમાં સૂતા ધર્મ કરવા માગે છે તેને આવું ગમી જાય છે પણ આ પદ્ધતિ ભવભ્રમણ વધારનારી છે.
સ્વાધ્યાય-શ્રવણથી શાસ્ત્રનું અર્થજ્ઞાન થાય પણ શ્રદ્ધા, સંવેગ, સંયમ, જેવા સાધનનું સેવન ન હોય તો વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ તે સમજ્યો નથી. શ્રદ્ધા આદિ રહિત અંતઃકરણનું સામર્થ્ય જ વૃદ્ધિ પામતું નથી. અંતઃકરણ ભાવ, ઉપયોગરૂપ છે. તે સિવાયના સાધન-ક્રિયા દ્રવ્યક્રિયા છે. ભાવ અને વ્યક્રિયા ઉભય તે તે સ્થાને યોગ્ય છે.
૧૦૪ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org