________________
૦ ધર્મનો મર્મ ૦. ધર્મ શું છે ? ધર્મ મહાસત્તાનું કાર્ય આપણે વિચાર્યું. ધર્મનો મર્મ વિચારતાં એ સમજવું અત્યંત જરૂરી છે કે ધર્મ એ તર્કનો વિષય, વિચાર કે કામના નથી. પરંતુ ધર્મ એ બોધનું પરિણમન છે. વિચાર કે ચિંતન વડે એ ધર્મની અનુભૂતિ થતી નથી. કારણ કે નિર્વિકાર ચૈતન્ય સ્વરૂપનો બોધ એ ધર્મ છે. તે વિચારથી સમજી શકાય ચિંતનથી તેનો મર્મ સમજાય પરંતુ સ્વભાવરૂપ ધર્મની અનુભૂતિ તો શુદ્ધ ચૈતન્યનો બોધ છે કે હું સ્વરૂપમય છું.
વિચાર મનોજન્ય છે, ચૈતન્ય મન અને ઇન્દ્રિયથી ઉપર છે. વિચારની ભૂમિકાથી જે મુક્ત થઈને ચિત્તની સ્વસ્થ અવસ્થામાં ટકે તેને જ્ઞાનમય ઉપયોગમાં આત્માનો સાક્ષાત્કાર થાય. વિચારની સાથે બુદ્ધિની સભાનતા છે. તે સારુંખોટું મૂલવે છે. આ વિચારો સારા અને આ વિચારો ખોટા એમ જીવને વ્યસ્ત રાખે છે. એટલે જીવ નિર્વિચાર અવસ્થા સુધી પહોંચતો નથી.
વાસ્તવમાં વિચાર મનોવર્ગણાની રચના છે, તે ચૈતન્યની જાતના નથી. તેથી તે સીમાબદ્ધ છે. તેથી વિચાર કે ઇન્દ્રિયોથી જે જણાય તે સીમિત હોય, તે અસીમ એવા ચૈતન્યને કેવી રીતે જાણે ? ઉપયોગ લક્ષણયુક્ત ચૈતન્ય, ઉપયોગ-પ્રજ્ઞા વડે ગ્રહણ થાય, ઉપયોગ ભલે સમયવર્તી છે પરંતુ સ્વકીય છે. તેથી એક સમયની ઉપયોગની શુદ્ધતામાં સંપૂર્ણ ચૈતન્યનો સાક્ષાત્ થાય છે. જેણે એકને સંપૂર્ણ જાણ્યો તે સર્વને જાણે તેવું વિજ્ઞાન છે.
આત્માને જાણવામાં ચર્મચક્ષુ કામયાબ નથી, શુદ્ધ ઉપયોગ, સમાધિ અવસ્થા એ આત્માને સાક્ષાત્ કરવાની આંખો છે. પરંતુ ઉપયોગમાં ઉદયકર્મોની મલિનતા ભળેલી છે, તેથી આંખમાં ઝામરનું પાણી ભરાય, ત્યારે પદાર્થ જોઈ શકાતા નથી. તેમ જ્ઞાનચક્ષુ-ઉપયોગમાં મલિનતા ભળે. આત્માની અનુભૂતિ સંભવ નથી. ઉપયોગની મલિનતા એ ચિત્તવૃત્તિઓ છે, તેનો નિરોધ થાય જ્ઞાનચક્ષુ ખૂલે છે ત્યારે આત્મદર્શન થાય છે.
, ૦ વિચાર વિસર્જન સંભવ છે? ૦ વિચાર એ જીવની વિકસિત અવસ્થાનું ચિહ્ન છે. અર્થાત્ મનુષ્યને અદ્દભુત વિચારશક્તિ મળી છે. છતાં તે સીમાબદ્ધ હોવાથી અસીમ
૬૦ - શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org