________________
એવા ચૈતન્યના સાક્ષાનું કારણ બનતી નથી. કેવળ માત્ર વિચારશક્તિથી જ માનવનો વિકાસ પૂર્ણ નથી થતો, એ તો પ્રારંભની ભૂમિકા છે. તેથી વિચારના વિસર્જન પછી પૂર્ણનું દર્શન સંભવ છે. વિચાર તો ઊઠશે, તેને માત્ર તમે જુઓ પણ ભળો નહિ, કે વિચાર કેવા છે, વિચારનો બોજ પણ રાખો નહિ. સાધનામાં વિચારને માત્ર જોવાથી સ્થિરત્વ આવે છે, ત્યાર પછી ક્રમશ: વિચાર શાંત-વિલીન થાય છે. એ અવસ્થામાં શૂન્યાવકાશ થાય છે. ત્યાર પછી જીવન ચૈતન્ય પ્રકાશ વડે આલોકિત થાય છે, તે પૂર્ણતાને પામે છે. માટે ભાઈ, બહારથી અંદર જવું. શૂન્ય થવું. તેમાં ટકવું તે સાહસ છે. અનાદિકાળની જીવનરેખાને રૂપાંતરિત કરવાની છે, કરવટ જ બદલી નાંખવાની છે. તે મહા સાહસ છે. પણ તે સંભવ છે. એટલા માટે સ્વભાવરૂપ ધર્મને સાહસ કહ્યો છે.
0 ધર્મ એક સાહસ છે ) લોકોક્તિ કે રૂઢિગત ધર્મની આ વાત નથી, પરંતુ જીવનને પૂરેપૂરું સતના રંગે રંગવું તે સાહસ છે. જીવનમાં ધર્મનો બોધ જીવનને રૂપાંતરિત કરે છે. તમે પૂર્વે હતા કે કાલે હતા તેવા આજે રહી શકતા નથી. પૂર્વોક્ત વિભાવની દશાને ઓગાળતા ઓગાળતા ઝીરો પર લાવવાની છે. તેમાં જો કંઈ પ્રમાદ થાય, ક્ષતિ થાય તો વચમાં કેટલાયે અંતરાયો ઉપસ્થિત થઈ જાય.
કરતાં જાળ કરોળિયો ભોંય પડી પછડાય. વણ તૂટેલે તાંતણે તે પાછો ઉપર ચઢી જાળું કરે છે. કારણ કે તાંતણો હજી તૂટ્યો નથી તેમ વિભાવદશાને ઉલ્લંઘતો જીવ સ્વભાવ તરફ ઝૂકે છે, અંતરમુખ થાય છે, તેમાં તેના બોધના પરિણમનની શ્રદ્ધાનું સાતત્ય રહે છે, તેથી અંતરાયોને દૂર કરતો તે ઉપર ચઢે છે. તેથી એ સાધનાકાળમાં સસમાગમ, મહપુણ્ય અને વૈરાગ્યને આધાર કહ્યો છે. ત્યાર પછી એ માર્ગે ઉપાડેલો પગ - સાહસ સ્વબળને પ્રગટ કરીને પૂર્ણતા સુધી પહોંચાડે છે.
એટલા માટે સ્વભાવધર્મની ઉપાસના કષાયી જીવો માટે નથી. સ્વર્ગાદિની આશંસાવાળા લોભી જીવો માટે નથી કે કર્મના દુ:ખથી ડરવાવાળા જીવો માટે નથી. સુખ અને દુઃખના વાઘા ઉતારીને, જેઓ ધર્મના મેદાનમાં ઊતરે છે તેઓ સાહસિક છે.
ધર્મપરિચય - ધર્મની યથાર્થતા * ૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org