________________
તમારી પાસે એક જ પાત્ર છે, તેમાં દૂધ ભર્યું છે, હવે તમારે ઘી ભરવું છે, તો દૂધને જતું કરવું પડશે. સારી વસ્તુ મેળવવા તેનાથી ઊતરતી વસ્તુને ત્યજવી પડે. તેમ પૂર્ણને, શાશ્વતને પામવા માટે તમારે અપૂર્ણને, ક્ષણિકને છોડવાં પડે. અર્થાત્ બાહ્ય વસ્તુઓનો, તેમાં થતી આસક્તિઓનો ત્યાગ કરવો પડે.
હે ચેતન ! તારું ઐશ્વર્ય કેવું છે ?
તું દરિયાકિનારે બહાર પડેલું રેતમિશ્રિત જલકણ નથી. તું સ્વયં અમૃતસાગર છું. અપૂર્ણ નહિ પૂર્ણ છું.
હું બિંદુ નહિ, પણ સિંધુ છું. એ સત્યને સાર્થક કરવા માટે આપણે પૂર્ણમાં વિલીન થવું પડશે. કારણ કે સાચો વિરામ પૂર્ણમાં છે.”
પુનઃ પુનઃ જન્મ-મરણ, સ્વર્ગ અને પાતાળની ક્વચિત મનુષ્યલોકની પુનઃ પુનઃ યાત્રામાં ક્યાંયે વિરામ નથી. જન્મ ધારણ કરવો, કર્મના ધક્કે ચઢવું, ગમે ત્યાં સુખની શોધ કરવી. તેમાં ક્યાં આરામ મળે ? નવો જન્મ નવી વાત, ત્યાં નિરાંત ક્યાં મળે ? એક વાર ભાઈ, દુ:સાહસ કરી લે, તેમાં તને જે વિરામ મળશે તે પૂર્ણ અને અપૂર્વ હશે.
સાહસ પછી શું ? ભૌતિક જગતમાં માનવ દ્વારા થતા સાહસ પાછળ પ્રાપ્તિની કંઈક ઝંખના પડી હોય છે. તે સાહસમાં તે વ્યક્તિ પૂરી જિંદગી ખર્ચે છે, તેમાં કારકિર્દીનું મહત્વ તેને મળે છે, છતાં તેમાં સ્થાયીપણું નથી કારણ કે તે ક્ષેત્રે વળી અન્ય બીજું સાહસ પ્રગટ થાય છે. એમ પરંપરા ચાલે છે, પણ કંઈ પૂર્ણતા મળતી નથી.
ધર્મના સાહસમાં સ્વનું મંગળ, પરનું મંગળ સમાય છે. પૂર્ણતા સુધી લઈ જાય છે, ત્યાં એક ચરમ સીમાની સમાનતા હોય છે. વૈયક્તિક પૂર્ણતા અને છતાં સમાનતા. આવો ધર્મ તીર્થંકરાદિ ગણધરાદિએ સ્વયં સ્વીકાર્યો, અનુભવ્યો, અને તેનું સ્વામીત્વ ઉપદેશ્ય.
૦ ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે ) રૂઢિના, માન્યતાના, મતપંથના માળખામાં પુરાયેલા ધર્મ વડે કાર્યની સિદ્ધિ નથી, કારણ કે તેમાં ઉત્કૃષ્ટ મંગળ નથી. એ મર્યાદાઓને ઉલ્લંઘી જે પ્રારંભથી જ સ્વભાવરૂપ ધર્મનું શિક્ષણ પામે છે, તેને સમજાય છે કે ધર્મ મર્યાદિત માળખાનું તત્ત્વ નથી. પણ ધર્મ અચિંત્ય શક્તિસંપન્ન
દર કે શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org