________________
છે. તે કાર્ય અવિરત ગતિથી ચાલે છે. એવા ધર્મને ધારણ કરવામાં સત્યનિષ્ઠા, પૂર્ણ શ્રદ્ધા જોઈએ. ગળપણ વગર મીઠાઈ ન બને તેમ એવી શ્રદ્ધા રહિત ધર્મથી મંગળ ન થાય.
ધર્મ પ્રત્યેની શ્રદ્ધા માટે ભૌતિક પદાર્થોથી પ્રભાવિત થયેલા મનનું પ્રમાર્જન કરવું પડશે ત્યાર પછી ધર્મની તાત્ત્વિકતા ગ્રહણ થાય છે. તે માટે બાહ્ય રૂઢિની આવશ્યકતા નથી. તને અવલંબનની જરૂર પડશે તે માટે જિનવચનનો બોધ, સદ્ગુદ્ધિ, આંતરિક જિજ્ઞાસા, ઊહાપોહ, સ્વસંવેદન અભ્યાસ અને વૈરાગ્યની આવશ્યકતા છે.
ધર્મારાધનાના માટે બે રાહ છે
૧. શ્રુતરૂપ ધર્મ ૨. ચારિત્રરૂપ ધર્મ
શ્રુત સર્વજ્ઞના જ્ઞાનનો પ્રવાહ છે. તે શ્રુતરૂપ ધર્મ વસ્તુના સ્વભાવને જણાવે છે. ચારિત્રધર્મ તેમાં પૂર્તિ કરે છે. શ્રુત વડે થયેલા વસ્તુના સ્વભાવથી આચરણ સહજ બને છે. તે આચરણ જ મોક્ષમાર્ગનું પથિક બને છે.
એ વસ્તુના સ્વભાવને ધર્મ કહેવાય છે.
સ્વભાવરૂપ ધર્મ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યાત્મક છે. વસ્તુમાત્ર સ્વભાવમાં રહીને પરિણમન કરે છે. મીઠાની ગાંગડી પાણીમાં પડે, ઓગળે, પાણીના તમામ પ્રદેશને ખારાશ આપે પરંતુ પોતાની ખારાશ ન ત્યજે. પોતાના સ્વભાવમાં રહીને પરિણમન કરે તેવો વસ્તુનો સ્વભાવ છે.
અર્થાત્ પૂર્વપર્યાયનો વ્યય થાય, નવી પર્યાય ઉત્પન્ન થાય છતાં મૂળ વસ્તુ જેમ છે તેમ રહે. જગતમાં જડ અને ચૈતન્ય બે પદાર્થો છે, જડ જડરૂપે પરિણમે, ચેતન ચેતનરૂપે પરિણમે. આત્માએ આ જન્મે માનવશરીર લીધું, પૂર્વના શરીરનો વ્યય થયો. આત્મા એ જ ચૈતન્યસ્વરૂપે રહ્યો. વળી ભવાંતરે નવું શરીર લેશે. એમ પરિણમન થયા કરે છે.
ચેતનમાં પાંચ ભાવો છે. ઔદાયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક, પારિણામિક, જીવને કર્મ સાથે સંબંધ થાય છે. તે બધા ઔદયક છે. તે ભાવને ત્યજીને ક્ષાયિકભાવ તરફ ગતિ કરાવનાર વસ્તુ સ્વભાવરૂપ ધર્મ છે, તે દર્શન-જ્ઞાન-ચારિત્ર છે.
૦ વસ્તુનો સ્વભાવ ૦
વસ્તુનું ટકીને બદલાવું તે ધર્મ છે. અર્થાત્ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એમ વસ્તુની ત્રણે અવસ્થાનું જ્ઞાન અને શ્રદ્ધાન આચરણ કરાવે
ધર્મપરિચય
Jain Education International
ધર્મની યથાર્થતા ૪ ૬૩
For Private & Personal Use Only
www.jainelibrary.org