________________
છે. કેવળ ઉત્પાદ અને વ્યય રાગદ્વેષના ઉત્પાદક છે. ધ્રૌવ્ય - ત્રિકાળી નિત્ય ધર્મ મધ્યસ્થ પરિણામ કરાવે છે. છતાં પણ કેવળ ધ્રૌવ્યને જ માને તો તેમાં ભ્રમ પેદા થાય છે, પૌદ્ગલિક પદાર્થો અને ચેતનની અવસ્થાઓ બદલાય છે, પરંતુ સ્થૂલ ઉપયોગમાં એ વાત સમજાતી નથી. આ અવસ્થાઓને સમજવા માટે સૂક્ષ્મ બોધ જરૂરી છે. પહેલી અવસ્થાનો વ્યય-નાશ બીજી અવસ્થાનું ઉત્પન્ન થવું તે ઉત્પાદ, મૂળ વસ્તુનું સ્વભાવમય રહેવું તે ધ્રૌવ્ય.
ઘડો હાથમાંથી પડી ગયો, ઠીકરાં થયાં, અવસ્થા બદલાઈ, માટી તો માટીરૂપ છે, પ્રાણીનો દેહ બદલાય છે. અવસ્થા બદલાય છે. આત્મા એ જ રહે છે. વસ્તુ બદલાય નહિ તો પણ અવ્યવસ્થા થાય, જેમકે મરણ ન હોય તો દેહ બદલાય નહિ અને જર્જરિત દેહથી માનવ સુખેથી જીવી શકતો નથી. દેહ છૂટે નહિ તો નિર્વાણ સુધી પણ પહોંચતો નથી.
જીવની અવસ્થા બદલાય છે ત્યારે તો જીવ સંસારી મટી સિદ્ધ થાય છે, મિથ્યાષ્ટિ મટી સમ્યગદૃષ્ટિ થાય છે. પાપની સજા રૂપે માનવ મટી નારક કે તિર્યંચ થાય છે. પુણ્ય યોગે દેવ થાય છે. આત્મા ચેતનારૂપ સ્વભાવમાં રહે છે.
એ પ્રમાણે જડ પદાર્થોનું છે, સોનાની લગડીનો વ્યય થઈ બંગડી થાય છે. સોનું સોના રૂપે રહે છે. બીનો જમીનમાં વ્યય થાય છે, બહાર અંકુર રૂપે પ્રગટ થાય છે. પદાર્થ રૂપે ટકે છે. કાચી કેરી અવસ્થા બદલાઈને પાકી થાય છે.
આમ જો અવસ્થાઓ બદલાય નહિ તો, વ્યવસ્થા ચાલે નહિ. જગત નિયમથી, વસ્તુના સ્વભાવથી, તેમાં થતાં સ્વકીય પરિણમનથી ચાલે છે, તેને માટે કોઈ નિમાર્તા છે નહિ તેવું વસ્તુનું સ્વરૂપ છે.
૬૪ * શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org