________________
૪. આણાએધમ્મો
રાગદ્વેષ, હર્ષશોક વગેરે વંદના ઉત્પાદક ઉત્પાદ વ્યય ધર્મો છે. માટે ત્રિકાળી ધ્રુવ એવા અખંડ ચૈતન્યનું શ્રદ્ધાન જીવને સ્વભાવ તરફ લઈ જાય છે. જે સ્વભાવનો સ્વીકાર કરે છે તેનો મોહ ટળી જાય છે. માત્ર પોતે જ્ઞાનસ્વરૂપે રહે છે. તે જ્ઞાન અને શ્રદ્ધામાં સ્થિર થાય છે. આ સ્થિરતા ચારિત્ર છે. જેટલા અંશે સ્થિરતા ઉત્પન્ન થાય, તેટલા અંશે ધર્મ છે. જેટલા અંશે અસ્થિરતા છે તેટલો અધર્મ છે. અધર્મને ટાળવાનું, ધર્મ પાળવાનું સાધન વસ્તુ સ્વભાવના જ્ઞાન અને શ્રદ્ધામાં છે.
હે ચેતન ! તારું સામર્થ્ય કંઈ અનાજના ફોતરા જેવું તુચ્છ નથી. આત્મા સ્વયં અત્યંત મહિમાવંત દ્રવ્ય છે. તે અરૂપી હોવાથી અજ્ઞાનવશ સ્વયં સ્વથી અપરિચિત રહે છે. તેથી તેને ઓળખાવનાર પરમાત્માની ભક્તિની મુખ્યતા છે. તે જ્ઞાનની અપેક્ષા રાખે છે. તે જ્ઞાન શુદ્ધાત્માનું છે. પરમાત્માના નામસ્મરણથી શુદ્ધાત્માનું સ્મરણ જાગે છે. પરમાત્માના દર્શનનું માહાભ્ય પણ એ જ છે કે દર્શનથી દર્શન થાય છે. સમ્યગ્રષ્ટિથી જીવને આવી દઢ શ્રદ્ધા હોય છે.
આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ પ્રભુના દર્શન અને સ્મરણથી થાય છે. તેમાં પણ પ્રભુનો અનુગ્રહ જરૂરી છે. તેથી ભવ્યાત્માને પ્રભુઉપાય છે. આ શ્રદ્ધાનો વિસ્તાર આજ્ઞા છે. આજ્ઞાપાલનમાં મુક્તિની સરળતા છે.
આજ્ઞા હકારવાચક - વિધેયક અને નકારવાચક નિષેધક બે પ્રકારે છે. અહિંસા નિષેધક છે, હિંસા કરવી નહિ. સત્ય વિધેયક છે, સત્ય બોલવું, આચરવું. સર્વ વિધેયક અનુષ્ઠાન ત્રિવિધ યોગ અને ત્રિકરણ વડે થાય છે. મન, વચન, કાયા ત્રણે યોગમાંથી કોઈ એક યોગ વડે અનુષ્ઠાન કરે અને બીજા બે યોગ ન જોડાય તો અનુષ્ઠાન અપૂર્ણ બને. જેમકે કાયા વડે કોઈ શુભ ક્રિયા કરે, પરંતુ વચનમાં વિવેક ન જાળવે, મનમાં અશુભ ચિંતન કરે તો તે ત્રિવિધ યોગનું જોડાણ ન થયું.
તે પ્રમાણે કરવું – કરાવવું અને અનુમોદવું ત્રણે કરણ અનુષ્ઠાનમાં
આણાએધો * ૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org