________________
હોય તો અનુષ્ઠાન પૂર્ણ બને, પોતે સત્કાર્ય કરે, પરંતુ બીજા પાસે તે જ સત્કાર્ય કરાવવા ઇચ્છે નહિ અને કોઈ કરતું હોય તો અનુમોદન ન કરે તો તે અનુષ્ઠાન અપૂર્ણ રહે. આમાં વિધેયક આજ્ઞા છે.
તે પ્રમાણે જે કાર્યો કરવાયોગ્ય નથી, તે મનથી, વચનથી કે કાયાથી ન કરે. તે કાર્ય જેમ પોતે કરે નહિ, અન્ય પાસે કરાવે નહિ અને કરતાને અનુમોદન પણ ન કરે તે નિષેધાત્મક આજ્ઞાનું પાલન છે. જેમકે ચોરી જેવાં કાર્યો મનાદિ ત્રણે યોગ વડે ન કરે. કરાવે નહિ અને કરનારને સારું કહે નહિ, તે આજ્ઞાપાલન છે.
આ સ્થૂલ પ્રકારોને સાધકે સૂક્ષ્મપણે પણ ઉપયોગ રાખી પાળવાના છે. કદાચ બાહ્ય કોઈ પાપમય કાર્ય ન કરે પણ રાગ કે સ્વાર્થને કારણે તેવા કાર્યમાં માનસિક વલણથી તે પ્રત્યે તરફેણ કરે, બહારથી તેવા કાર્યમાં ભળે નહિ પણ મનથી નિરાળા રહેવામાં ક્ષતિ થાય તો પણ દોષ લાગે.
0 ધર્મ પામ્યાની કસોટી આશામાં છે ) આજ્ઞા ધર્મ છે, અર્થાત્ ધર્મ શાસ્ત્રાજ્ઞાથી બંધાયેલો છે, તે સામાન્ય કથન છે. ધર્મ અંતરાત્મા વડે આજ્ઞાથી બંધાયેલો છે, તે વિશેષ અર્થ છે. શાસ્ત્ર દિશાસૂચન કરી શકે, પરંતુ દિશા પકડવાની પસંદગી સાધકે સ્વયં કરવાની છે. એ પસંદગી શુદ્ધ બુદ્ધિ વડે થવી જોઈએ. તો જ તે અંતરાત્મા સુધી પહોંચી શકે તે પ્રમાણે આત્મસાત્ થયેલો ધર્મ મુક્તિદાતા બની શકે.
જગતના પદાર્થોમાંથી મનને ખેંચી અંતરાત્મપણે વિકસિત કરવું અંતરાત્મામાં સ્થિર કરવું. ત્યાર પછી પરમાત્મભાવને ધારણ કરવો તે પરમપદ પામવાનો સાચો માર્ગ છે. તપ, સંયમ, મૈત્રી આદિ ભાવના વડે પરમાત્મભાવનું ભાવન થાય છે, જ્યારે હૃદય પ્રભુમય બને છે ત્યારે સઘળાં પાપો છૂટી જાય છે. પાપ કર્મબંધનું કારણ છે. સર્વજ્ઞા દેવોની આજ્ઞા પાપને છોડી દેવાની છે. ધર્મનું આચરવાની છે.
આજ્ઞાધારી વિનયશીલ હોય. વળી આજ્ઞા જેમ ધર્મ છે તેમ વિનય તે ધર્મનું મૂળ છે. વસ્ત્રહીન દેહ સુંદર હોય તો પણ શોભા પામતો નથી. તેમ વિનયહીન આરાધક આરાધન પામતો નથી. માન કષાયનું નિવારણ વિનયથી થાય છે. અહંકાર આઠે કર્મોને ખેંચી લાવે છે. એવા માન-અહંકારનો પ્રતિસ્પર્ધી ગુણ વિનય છે.
૬૬ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org