________________
જિનાજ્ઞા એક વિશાળ તત્ત્વ છે, તેમાં વિનયાદિ અને ઉત્તમતાઓ રહેલી છે. સ્વચ્છંદ એ મહાદોષ છે. મિથ્યાત્વની લગોલગ રહેવાવાળો છે તે પણ આજ્ઞા વડે નિવારી શકાય છે. આજ્ઞા એ અભુત શરણ છે, તેથી જીવ નિશ્ચિતપણે આરાધના કરી શકે છે. સ્વાતંત્ર્ય સાથે પરમાર્થને સંબંધ રહે તો તે સ્વભાવરૂપ ધર્મ બને છે, પણ પરમાર્થ રહિત સ્વતંત્રતા સ્વછંદમાં પરિણમે છે. સ્વાતંત્ર્ય એ જીવમાત્રનો ગુણ છે, પરંતુ તે જિનાજ્ઞાનુસાર છે તો શ્રેય છે. પરંતુ સ્વમતિ અનુસારી સ્વાતંત્ર્ય સંસારની વૃદ્ધિ કરે છે.
આજ્ઞા શું છે ? કી સમ્યગૂ પ્રકારનો સંયમ આજ્ઞા છે. આ ઈચ્છાનિરપેક્ષ તપ એ આજ્ઞા છે.
બોધ સહિત ત્યાગ એ આજ્ઞા છે. જ તેનું અંતિમ ફળ મોક્ષ તે આજ્ઞા છે.
વળી તત્ત્વનું યથાર્થ જ્ઞાન આજ્ઞા છે. સર્વજ્ઞના વચનને દઢપણે અનુસરવું તે આજ્ઞા છે. મોક્ષાભિલાષ એ આજ્ઞા-પાલનનો અધ્યવસાય છે. આ સર્વ પ્રકારો સ્વચ્છંદનો પરિહાર કરનારા છે.
આજ્ઞાનો અસ્વીકાર એ અહંકાર છે. આજ્ઞાપાલનનો અધ્યવસાય નમસ્કાર છે. જીવને મળેલું ઈચ્છા-સ્વાતંત્ર્ય આજ્ઞારહિત હોવાથી અનર્થ સર્જાય છે. જનમાનસ અનાદરથી આવૃત્ત થયેલું છે. એ સ્વાતંત્ર્ય સ્વચ્છંદતામાં પરિણમે છે ત્યારે વિનય તો જાણે સદીઓ પહેલાનું કોઈ જૂનું અલંકાર હોય તેવું જણાય છે. પોતાની વૃત્તિઓનો દાસ સ્વાતંત્ર્યનો અધિકારી કેવી રીતે બને ?
ઇચ્છા સ્વાતંત્ર્યથી ઉત્પન્ન થયેલાં સ્વચ્છંદતાનો પરિહાર દેવગુરુના ગુણવત્ પારતંત્ર્યથી સંભવ છે. ઝૂકો જ્યાં મૂકવાનું છે ત્યાં મૂકો, વચમાં આવતા અહંકારને તોડો, છોડો, હજી આપણું જીવન ઘણી પ્રાથમિક કક્ષામાં છે. હજી આપણે એ ભાનમાં જ આવ્યા નથી કે જે પદાર્થોનું મૂલ્ય તારી આંખ બંધ પછી તારે માટે ફૂટી બદામ જેટલું નથી તેને માટે પૂરી જિંદગી વ્યર્થ કરી નાંખીએ છીએ.
એક કલ્પના કરો કે તને કોઈ દેવ પૂછે કે તારે દુકાન જોઈએ કે મંદિર ? તું વણિકબુદ્ધિ શું વિચાર કરે ? મન તને કેવી રીતે ફોસલાવે, દુકાન હશે તો મંદિર તો એક નહિ બેચાર બાંધીશ. પણ મંદિર હશે ને દુકાન નહિ હોય તો શું કરીશ ? અર્થાત્ સંસાર
આણાએધમ્મી x ૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org