________________
સાચવતાં ધર્મ થઈ જાય તો વાંધો નથી. દુકાન કમાવાનું સાધન છે, મંદિર પુણ્ય કમાવાનું સાધન છે. એટલી જ તારી માન્યતા હશે તો ધર્મનો સ્પર્શ ક્યાં થશે ? સંસાર અને સ્વરૂપધર્મ સાથે નહિ ચાલે. તારા મનમાં સંસારની જમાવટ છે ત્યાં સુધી ધર્મ જામશે કેવી રીતે ? પરમાર્થ ધર્મની ગલી એ અપેક્ષાએ સાંકડી છે, તેમાં બેનો સમાવેશ નથી.
મનમાં ધર્મની સ્થાપના માટે આજ્ઞા-ગુણવત્ પાતંત્ર્ય સદુપાય છે. સ્વાતંત્ર્ય એક માનવની સંસ્કૃતિ છે. પણ તેનો સદુપયોગ થાય તો કલ્યાણકારી છે. અગર તેમાંથી સ્વચ્છેદ પેદા થાય તો તે વિનાશકારી છે. તેવા અયોગ્ય બંધનથી છૂટવા પવિત્ર પુરુષોના યોગબળનું પાતંત્ર્ય પણ લાભદાયી છે. યોગ્યને નમવું, તેની આજ્ઞા સ્વીકારવી તે યોગ્યનું ગુણવત્ પાતંત્ર્ય છે.
આરાધકને માટે આજ્ઞા સાપેક્ષ આરાધના જ તરણોપાય છે. ગુરુ જિનાજ્ઞાને ત્રિવિધ સમર્પિત છે, તેમની આજ્ઞા – ગુણવત્ પારતંત્ર્ય ઉપકારી છે. આજ્ઞાપાલન ગૃહસ્થને પોતાને સ્થાનેથી થાય છે. વડીલોની આજ્ઞા તે પણ જિનાજ્ઞાનું અંગ છે. ત્યાંથી શિક્ષણ શરૂ થાય છે. તે પરમાર્થ આજ્ઞામાં પૂર્ણ થાય છે.
આજ્ઞાસાપેક્ષ થતાં અનુષ્ઠાનો મુક્તિ સુધીના હેતુઓ બને છે. આજ્ઞાધારીનાં પાપસ્થાનકો, તેના કારણે થતું પરિભ્રમણ અટકે છે. આજ્ઞાનું વિરાધન અચૂક અહિતકર છે, માટે વર્યુ છે. આજ્ઞાને જીવન – પ્રાણ ગણીને જીવે તેનું જીવન ધન્ય છે.
મોહરાજા અને તેની સેના જીવને જડમાં લપટાવે છે. આસક્ત બનાવે છે. શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા જીવને જડના રાગમાંથી છોડાવીને શિવપુરીના માર્ગે આગળ લઈ જાય છે. અર્થાતુ મહામોહજેતા તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું પાલન કરનારો આત્મા અંતે મોહવિજેતા બને છે.”
પ્રેમ વાસનાથી મુક્તિદાયક છે, ધ્યાન વિચારથી મુક્તિ અપાવે છે. વાસનાથી પ્રેમ વિષમય બને છે. જ્યાં વાસના વિકાર નથી ત્યાં અમૃત છે. સ્વેચ્છાથી સમર્પિત આ પ્રેમ પતિપત્ની, ભાઈ-ભાઈનો નથી એવો પ્રેમ ગુરુ અને પરમાત્માથી પ્રગટ થાય છે. મનુષ્ય – મનુષ્યમાં પ્રેમ સીમિત થઈ જાય છે. પ્રેમમાં માગ નથી. ગુરુ પાસે પણ જ્ઞાનની કે સમાધિ જેવી માંગ નથી. સમર્પિત ગુરુએ તમારું સમર્પણ સ્વીકાર્યું. ખુશી
૬૮ * શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org