________________
મનાઓ. ગુરુને ધન્યવાદ આપો. તમારું સમર્પણ સમાધિ બનશે. માનવનું મન એવું ચાલાક છે, કે તે મનમાં ગણતરી ઊભી કરે છે, ત્યાં શિષ્ય સાવધ રહેવું.
પ્રેમમાં માંગ નહિ દાન છે, તમારી પરમાત્મા પાસે પણ માંગ નથી. માંગની લેશમાત્ર વાસના પરમાત્મા સુધી નહિ લઈ જાય.
હું પાપથી ભરેલો છું મને પરમાત્મા કેવી રીતે પ્રાપ્ત થાય ? તેવી નિર્બળતા પણ છોડો. આપણાં પાપ કરતાં પરમાત્મા મોટા છે. તું પાપને ગોખવાનું છોડી દે, અને પરમાત્મા પ્રત્યે ઝૂકી જા. રોહિણીય ચોર-લૂંટારો હતો. પાપથી ભરેલો હતો, પરમાત્મા પાસે પહોંચી ગયો. સમર્પણ થઈ ગયો, ઝૂકી ગયો. પરમાત્માએ તેને વાત્સલ્યથી સ્વીકાર્યો, રોહિણીય ધન્ય બની ગયો. પાપ કરતાં પરમાત્મા મહાન છે, તને ઝૂકતાં આવડવું જોઈએ. એ આ દૃષ્ટાંત પરથી સમજાશે.
આપણો જન્મ આપણી ઇચ્છાપૂર્તિ માટે નથી. પરંતુ પ્રભુની આજ્ઞા-ભાવના પૂરી કરવા માટે છે. સર્વ જીવો સુખ પામે, મુક્તિ પામે તેવી પ્રભુની ભાવનાને તારે લૂંટવાની છે. આપણા વ્યક્તિગત વિકલ્પોનું શમન આ ભાવનાથી થશે. તેમાં તારે ક્ષત્રિય થવું પડશે. હું બધું નહિ પણ અન્યને બચાવું. મને કંઈ મળવું તે વણિકબુદ્ધિ છે. ઝૂકી પડવું તે ક્ષત્રિયવટ છે. ધર્મના ધોરી માર્ગે જવાનું સાહસ ક્ષત્રિયતામાં છે. ગણતરી કરવાનું કામ વણિકબુદ્ધિનું છે.
તેમ સત્યની વિશાળતા ગણતરીથી માપી શકાતી નથી. જેમ દરિયાની સપાટી કોઈ ગજથી માપી શકાતી નથી.
૦ આજ્ઞાનું પણ વિજ્ઞાન છે ૦
જે જીવો તીર્થંકરની આજ્ઞા આરાધે છે, તે તેમના પક્ષકાર બને છે તેથી તેઓ તેમના અનુગ્રહને પામે છે. અને જે આજ્ઞાની વિરાધના કરે છે, તે સંસારના પક્ષકાર બની તેમના નિગ્રહના ભાગી બને છે. એ આજ્ઞાનો અર્ક સર્વહિત ચિંતારૂપ મૈત્રી છે. તેમાં સર્વ આજ્ઞાનો સમાવેશ થાય છે. પરમાત્માની ભક્તિનો વિસ્તાર વિશ્વમૈત્રી છે.
તીર્થંકર દેવો વીતરાગ છે, તેઓ નિગ્રહ-અનુગ્રહ કેવી રીતે કરે ? વીતરાગને સમસ્ત જીવરાશિ સ્વતુલ્ય છે, તેમને નિગ્રહ-અનુગ્રહ ન હોય પરંતુ તેમના પુણ્યાતિશયોને કારણે નિગ્રહ-અનુગ્રહ સહેજે બને છે. આરાધકને રક્ષણ મળે છે. વિરાધકને કોઈ દુઃખ આપતું નથી.
Jain Education International
આણાએધમ્મો ૬૯
For Private & Personal Use Only
www.jainelibrary.org