________________
પરંતુ વિરાધક પોતે જ વિરાધનાને કારણે પાપપ્રકૃતિનું ઉપાર્જન કરી દુઃખ ભોગવે છે. માટે તીર્થંકરની આજ્ઞાના આરાધક થવું, તેમની આજ્ઞાની શરણાગતિ સ્વીકારવાથી સંસારયાત્રા નિર્વિને સમાપ્ત થઈ જાય
શરણ એટલે નિશ્ચિતતા, આશ્રય, આધાર, અવલંબન. એકાર્યવાચક શબ્દો છે. તે શરણગ્રહણની પદ્ધતિ સૂચવે છે. પરમાત્માનું શરણ ધર્મનું શરણ છે, પરમાત્માનો ધર્મ વ્યવહારથી પરોપકારસ્વરૂપ છે. તે ઉપાય છે. નિશ્ચયથી ઉપકાર મોક્ષ પામવો તે છે, વ્યવહારથી અન્યને તેવો જ ઉપદેશ કરવાનો છે.
૦ પરમાત્મા યોગક્ષેમંકર છે) ૦ યોગ : અપ્રાપ્તનો યોગ કરાવી આપનાર. ક્ષેમકર : પ્રાપ્ત થયું છે. તેને રક્ષણ કરનાર, પરમાત્માનું અસ્તિત્વ જ યોગક્ષેમંકરનું છે. એવા પરમાત્માની શરણાગતિ બુદ્ધિમાનોને થવી દુર્લભ છે. પરમાત્માની શરણાગતિ બેધારી તલવાર પર ખુલ્લા પગે ચાલવા જેવી છે. જીવ પર મોહનું સામ્રાજ્ય ઘેરું છે. શરણાગતિ સ્વીકારવા તેનું મન ખુશી નથી. હૃદય અચકાય છે. તો પણ એ મોહનું મારણ એ શરણ છે.
વાસ્તવમાં સંસારમાં કંઈ મેળવવામાં ઘણી તકલીફ છે. પ્રભુના શરણે જવામાં કંઈ તકલીફ નથી. પરંતુ અહંકારને એને શરણે જવું પરવડતું નથી. પરંતુ જિનાજ્ઞા જ એ અહંકારને પીગળાવે છે. આજ્ઞાનુસાર જે કંઈ થાય છે તેમાં અકર્તા ભાવની મુખ્યતા છે. મેં વ્રત, તપ કર્યા મેં દાન કર્યાં મેં સત્કાર્યો કર્યાં તેમ વચન નીકળે નહિ. જિનાજ્ઞાઆરાધક કહે દેવગુરુના અનુગ્રહ થયું. આજ્ઞાપાલનના લક્ષે થતું કોઈ કાર્ય નાનું નથી કે મોટું નથી. જિનાજ્ઞા જ મુખ્ય છે. તેના અધ્યવસાય નિર્જરાના હેતુ બને છે. માટે હું કરું મેં કર્યું એવા ભાવને દૂર કરી, હું આજ્ઞાપાલનને પૂર્ણપણે પાળે તેવી ભાવના કરવી.
આજ્ઞાની વિરાધના એ જન્મ-મરણનું શિક્ષાત્મક આમંત્રણ છે. આજ્ઞાને શીરસાવંદ્ય જાણનાર પરમાત્માના વાત્સલ્યનો અધિકારી બને છે, ધર્મમહાસત્તા તેનું રક્ષણ કરે છે, અને તેને શિવપુરીમાં પહોંચાડે છે. જિનાજ્ઞા શિવપુરીની ટિકિટ છે. જેમ રેલ્વેમાં મુસાફરી કરનાર ટિકિટ લે પછી ગંતવ્ય સ્થાને પહોંચાડવાની જવાબદારી રેલ્વેતંત્રની છે. તેમ
૭૦ ૪ શ્રતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org