________________
જિનાજ્ઞા વડે શરણું લેનારને શિવપુરી પહોંચાડવાની જવાબદારી ધર્મ-મહાસત્તાની છે.
આશ્રવ – સંવર : આજ્ઞાધારકને કર્તુત્વાભિમાન છૂટે ત્યારે જ આત્મશુદ્ધિ થાય છે. આજ્ઞાનો ઉદેશ છે કે આશ્રવ નિરોધ અને સંવર ઉપાદેય આત્માના આશ્રવનું જે જોડાણ થયું છે તે તોડવાનું છે. આત્મ-પરિણામ આશ્રવનાં કારણો સાથે એકમેક થયાં છે.
“પ્રીતિ અનંતી પર થકી જે તોડે હો તે જોડે એહ;
પરમ પુરુષથી રાગતા એકત્વતા હો દાખી ગુણગેહ.” જિનાજ્ઞા આશ્રવથી ભેદ કરી સંવર નિર્જરા ધર્મમાં જોડે છે. પ્રારંભમાં અશુભ આશ્રવને છોડી દે છે, પછી શુભાશ્રવમાં અટકે છે. કારણ કે તે શુભ ભાવોને કરવા જેવા માને છે. શુભ ભાવો આશ્રય હોય તો તે કેવી રીતે ઉપાદેય થાય ? અશુભ ભાવથી દૂર થવા, શુભ ભાવ વચમાં ભૂમિકા પ્રમાણે આવે છે. જ્ઞાની તેને ઉપાદેય માનતા નથી પરંતુ તેનો સદુઉપયોગ કરી પરિણતિ સંવર નિર્જરા પ્રત્યે વાળે છે. આમ સર્વ પ્રકારે સર્વ પ્રયત્નથી આશ્રવ ત્યજવાયોગ્ય છે. અને સર્વદા સર્વ પ્રયત્ન વડે સંવર સેવવાયોગ્ય છે. આશ્રવોનો ત્યાગ કરે સંવર ધર્મ આરાધે તેમને સાચું શરણ પ્રાપ્ત થાય છે. આશ્રવ અપાયકારક હોવાથી તેની અનુપ્રેક્ષા તે હેયતાનું ચિંતન છે. સંવરની ઉપાદેયતાનું ચિંતન તે ધર્મધ્યાનપ્રેરક છે.
આશ્રવનું પરિણામ સંસાર છે, સંસારસેવન પરપીડાનું પ્રયોજન છે. તે પાપમૂલક છે. માટે સંસાર હેય છે. મુક્તિ ઉપાદેય છે કારણ કે મોક્ષનું સ્વરૂપ સ્વ-પરઉપકારક છે. માટે પવિત્ર છે. સ્વ-ઉપકારી મોક્ષ ઉપાદેય છે, અને પરપીડાકારી સંસાર હેય છે, આવી સમજ તે સમ્યજ્ઞાન છે, તેવી શ્રદ્ધા-પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. અને તેવી ઉપકારકબુદ્ધિ પ્રમાણે વર્તન તે સમ્મચારિત્ર છે.
અત્યંત ઉપકારક અને ઉપાદેય મોક્ષને પામેલા જીવોનું શરણ લેવું. તેમના પ્રત્યે પ્રીતિ-ભક્તિ કરવી, તેમની આજ્ઞા ધારણ કરવી તે સમ્યકત્વ છે. મોક્ષ આદિ અનંત છે. જીવની અપેક્ષાએ મોક્ષનો પ્રારંભ છે અંત નથી. સંસાર અનાદિ છે તેનો પ્રારંભ નથી અંત છે. આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી મોક્ષ ઉપકારક અને ઉપાદેય છે તે શ્રદ્ધા દઢ કરવી.
મોક્ષ છે, તેનો ઉપાય છે
આણાએધમો + ૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org