________________
કરવું શ્રેયકારી છે. સમર્થ તારક અરિહંતાદિના સેવક બનવું તે પણ મોટું પદ છે. કારણકે તેમની ભક્તિ ઉપાસના વડે તેમનો અનુગ્રહ થતાં મોહ જે તારો સ્વામી હતો તે તારો સેવક બને છે. તું જ કહે આ કેવો ચમત્કાર ?
જેમ આકાશને ગજથી માપી ન શકાય, ગજ માપથી મર્યાદાવાળી વસ્તુ માટે છે. તેમ ધર્મની મહાસત્તા એટલી વિરાટ છે કે ત્યાં બુદ્ધિનો ગજ ચાલતો નથી. પરંતુ ત્યાં સમર્પણનો ભાવ જ કાર્યશીલ બને છે. શ્રી તીર્થંકરાદિની આ મહાસત્તા સાથે અભેદતા થઈ છે, અથવા કહો કે તેઓ મહાસત્તાના પ્રતિનિધિ છે. તેથી તેમના અનુગ્રહ વડે તું એ ધર્મની મહાસત્તાને શરણે જઈ શકે છે.
ધર્મસત્તાના પ્રતિનિધિપદેથી પરમાત્માએ સમસ્ત જીવસમૂહના સુખ માટે ઉત્કૃષ્ટ વાત્સલ્યભાવનો પ્રસાર કર્યો. સર્વ જીવો સુખ પામો, સુખનાં સાધન પામો, સુખનો ઉપાય મેળવો. કોઈ સમર્થ સમ્રાટનું શરણું મળે તેને તેના આખા સામ્રાજ્ય અને સૈન્યનું બળ મળે છે. તેમ જે તીર્થંકરની ઉપાસના કરે છે તેની સહાયમાં ધર્મસત્તા કામ કરે છે. તે છેક મુક્તિ સુધી પહોંચાડે છે.
“ધર્મસત્તાનું ધ્યેય શુદ્ધીકરણનું છે, માટે જે કંઈ થયું છે, થાય છે અને થશે, તે સારા માટે જ હશે. એમ અનાસક્તભાવે માનવું. પુણ્યના ફળની આકાંક્ષાનો નિષેધ છે. શુભકાર્ય પણ અનાસક્તભાવે કરવું. આસક્તિ રાગ છે. યદ્યપિ તે ધર્મમાં રાખવાનો છે. જિનાજ્ઞાના પાલનમાં રાખવાનો છે, પરંતુ તે સંબંધી ફળાદિમાં રાગ રાખવાનો નથી.”
જિનાજ્ઞાનું પાલન કરવું કે ધર્મસત્તાને ગ્રહણ કરવી તે કોઈ પરાધીનતા નથી. પરંતુ અજ્ઞાનવશ જિનાજ્ઞાની વિરાધના થઈ હોય કે ધર્મ-મહાસત્તાની અવગણના થઈ હોય તેને કારણે જે બંધન થયાં છે, તેનાથી મુક્ત થવા માટે એ ઉત્તમ ઉપાય છે. ધર્મ મહાસત્તાને અનુસરતી ક્રિયા તાત્ત્વિક હોવાથી તે સક્રિયપદની પ્રાપ્તિનું નિમિત્ત બને છે. તો શું વિશ્વમાં જે દુરાચાર ચાલે છે, તે દુરાચારી પરમાત્માનું નામ લે તો તેના કાર્યમાં ધર્મ મહાસત્તા સહાય કરે ! ના, ધર્મ મહાસત્તા તેને દુરાચાર કરવામાં સહાય ન કરે, પણ દુરાચાર કરવાની બુદ્ધિનો નાશ કરવામાં સહાય કરે.
ધર્મપરિચય - ધર્મની યથાર્થતા : ૫૯
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org