________________
ભાવરૂપે પરિણમી તને પરમ વિશ્વનીય પદમાં લઈ જાય. આખરે આત્મા કે આત્મધર્મ સ્વયં તું જ છું. ગોળ અને ગળપણ જેવો આ સંબંધ છે. તેવો આત્મામાં વિશુદ્ધ સ્નેહ – પરિણામ છે. તે સમગ્ર જીવરાશિ પ્રત્યે આત્મીયતા લાવે છે. એ જ્યાં જુએ કે જાણે ત્યાં તેને ચૈતન્યનું વિશુદ્ધ સ્વરૂપ જણાય છે.
ધર્મ એ કલ્પના છે, પલાયનવાદ છે, મંદબુદ્ધિવાળાનું આશ્વાસન છે, એમ કહેનારા સ્વયં ધર્મ વગર દુઃખી છે, દુઃખમાં શું કામ વધારો કરતા હશે ? વિષ સ્થૂલ છે, દેહને મારે છે. વિષ ખાનારનો આત્મા દેહ છોડે છે, મરતો નથી. કારણ કે આત્માનો ધર્મ મૃત્યુ નથી પણ અમૃત છે, તે અમર આત્માનું ગુપ્ત સાધન છે. તેમ અધર્મ વિષ છે, તે જન્મો સુધી મૃત્યુ જ આપે છે.
જેની દૃષ્ટિ નશ્વર પદાર્થોમાં ગૂંચાયેલી છે. તેના હૃદયમાં ધર્મની પ્રતિષ્ઠા જામતી નથી. સમસ્ત સંસાર પુદ્ગલની પ્રતિષ્ઠામાં ડૂબેલો છે. જે એ પ્રતિષ્ઠાથી પાછો વળે તેના હૃદયમાં ધર્મ શક્તિરૂપે ધારણ થાય છે. તે ધર્માત્મા ધર્મના ધ્યાન દ્વારા અમૃતપાન કરે છે. માટે કહેવું જોઈશે કે ધર્મ મહાસત્તા છે.
ધર્મનું અધિષ્ઠાન ચૈતન્ય હોવાથી ધર્મનું સ્વરૂપ પણ ગહન, ગૂઢ અને શક્તિ પ્રદાન છે. કેવળ શાસ્ત્રાભ્યાસ આ ધર્મને પરિણત નહિ કરે. પરંતુ તેની સાથે દેવગુરુ, ભક્તિ, ઉપાસના, સમભાવ, જાગૃતિ અત્યંતાવશ્યક છે. તેમ થવા માટે મોહને ટાળવો પડે. દીર્ઘ કાળથી તે સાથે રહ્યો પરંતુ કંઈ સફળ થયું નહિ. માટે હવે જીવ ! તું જ કરવટ બદલી નાંખ. અને શબ્દ પણ બદલી લે, “મોહ નહિ મોક્ષ'
મોહ શું છે ? તે કળાતો નથી, તેને કેમ જીતવો ?
હે જીવ ! તને તારા સિવાય અન્ય પદાર્થમાં સુખનું આકર્ષણ પેદા કરાવે છે, મારાપણાની પ્રીતિ કરાવે. સુખ નથી ત્યાં સુખબુદ્ધિ કરાવે છે. સંયમમાં કષ્ટ મનાવે છે. દેહ પર નેહનો મેહ વરસાવી દે છે. તું મૂઢ થઈને તે સાચું માને છે. તે મોહ છે, તને કળવા જ દેતો નથી કે તેનાથી તારું અહિત છે.
યદ્યપિ મોહ જીતવો દુરારાધ્ય અને દુસ્તર છે. અસાધ્ય નથી. પરંતુ હાલ તારું ગજું તેને જીતવાનું નથી તે સમજી શકાય તેવું છે. પણ જેણે તેને જીત્યો છે તેવા મોહવિજેતા અરિહંતાદિનો તું સેવક બની જા. મોહના કિંકરને બદલે તારે આવા સમયે સત્પુરુષનું કિંકરત્વ
૫૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org