________________
પામતાં સુધી જીવ દેવગુરુ કરતાં ઘણો પાછળ છે તેમ માને છે. એટલે આઠ પ્રકારના મદથી તે દૂર રહે છે.
0 ધર્મથી પ્રગતિ વિશ્વાસનીય છે ) બુદ્ધિમાન માનવ જીવનમાં પ્રગતિ ઇચ્છે છે. તે પ્રગતિની ભૌતિક ક્ષેત્રે સીમાબંધી છે. ભલે તે ક્ષેત્ર આ દુનિયામાં મહાન ગણાય. વળી તે પ્રગતિ કે સુખ આજીવન પૂરતા મર્યાદિત રહે છે. તેનો વિશ્વમાં પ્રસાર થાય તો પણ તે આખરી નથી. ભૌતિકવાદી કહે છે, મારું સુખ બીજાની નજરે ન ચઢે તો તેનું મૂલ્ય શું ? પરમાર્થી કહે છે, બીજાની નજરે ન ચઢે તેવું એક સુખ છે, પણ તેની તને ખબર નથી.
ધર્મથી થતી પ્રગતિ સ્થાયી અને ચિરંજીવી છે. વાસ્તવમાં યથાર્થ પ્રગતિ કરવામાં જે સહાયભૂત તત્ત્વ છે તે ધર્મ છે.
ધર્મના બાહ્ય પ્રકારો જોઈને બુદ્ધિમાન તેમના ધર્મના મર્મને ન સમજે તે સ્વાભાવિક છે. કારણ કે મોટા સમૂહમાં થતો બાહ્યાડંબર કેવળ ઉત્સવપ્રિયતાવાળો હોય છે. તેવા જીવોમાં પરના હિતની ચિંતા, વિવેક, ઉદારતા, ક્ષમાદિ ગુણો ન જણાય ત્યારે કેવળ જોનારને તેમાં ધર્મ દેખાતો નથી.
વાસ્તવમાં બાહ્યાડંબર તે ધર્મ નથી પરંતુ સમૂહ માટે એ ધર્મની પ્રેરણાની તક છે. યદ્યપિ તે પણ ધર્મનું બાહ્ય ખોખું જ છે. ચૈતન્યના વિશ્વાસ અને સૂક્ષ્મ બોધ વિના ધર્મ હૃદયમાં ધારણ થતો નથી. ધર્મ કંઈ કલ્પનાનો પદાર્થ નથી. પરંતુ તે પ્રચંડ શક્તિ છે. જેમ વૃક્ષનું મૂળ જીવંત હોય ત્યારે પાંદડાં – ડાળો વિકસતાં રહે છે. તેમ ધર્મની મૂળ શક્તિ ચેતનાને વિકસતી રાખે છે. બધાં જ દુ:ખ અને બધી જ સમસ્યાનો ઉકેલ આવે છે. એ ધર્મને હૃદયમાં ધારણ કરવાથી શક્તિ બને છે.
ધર્મ સ્વયં આત્મરૂપ છે. તેને ધારણ કરવો એટલે અચિંત્ય શક્તિસંપન્ન તત્ત્વને હૃદયમાં ધારણ કરવું, છતાં તેનો કોઈ ભય કે ચિંતા નહિ. કેવળ પૂર્ણ શ્રદ્ધા વડે હૃદયને ભરી દેવું અને પછી શ્વાસપ્રશ્વાસમાં તેનું જ રટણ. “હું શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે” “હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું.”
આ તથ્યને એકાંતે બેસીને તું રટ્યા કરે, ઘૂંટ્યા કરે, તો તે તથ્ય
ધર્મપરિચય - ધર્મની યથાર્થતા જ ૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org