________________
મોહ, રાગ, દ્વેષ, અજ્ઞાન જેવાં દુષ્ટ બળો નિર્બળ બને છે. પૂરો શુદ્ધાત્મા ઉપયોગમાં નજરાય છે, છવાય છે. આ જ જીવનની સમગ્રતા છે. એ જ ધર્મ સ્વભાવભૂત છે. તેને પછી અધર્મના આચરણ સાથે કોઈ મેળ જામતો નથી.
આમ કંઈ ત્યાગ કરીને, આપીને શરૂ કરેલો દાનધર્મ સર્વના હિતમાં સ્થાન લે છે. તે દ્વારા ઉત્તરોઉત્તર બુદ્ધિ અહંકાર રહિત સને અનુસરે છે. પછી મન સ્વયં પરમાત્માને સમર્પિત થઈ અમન બને છે. એ આરાધનાનું અંતિમ ચરણ છે.
સમ્માણ વત્તિઓએ અરિહંતોનું સન્માન શ્રેષ્ઠ દાનનો ભાવ છે. અરિહંતનું સન્માન કરવાથી, વિશ્વના સમસ્ત જીવોનું સન્માન થઈ જાય છે. કારણકે પ્રભુના જ્ઞાનમાં સર્વ જીવોનું હિત ઝિલાઈ રહ્યું છે. અરિહંતના સન્માનમાં સર્વ ગુણોનું સન્માન થઈ જાય છે. કારણ કે અરિહંત સર્વગુણસંપન્ન છે.
આ જ ધર્મનું ગૂઢત્વ છે. અત્યંત ઉદાત્ત ફળશ્રુતિ છે. સિતાર જેવું નિર્જીવ સાધન આંગળીના સ્પર્શથી ઝંકૃત થઈ ઊઠે છે. તું પ્રભુની સેવા વખતે ઝંકૃત થાય છે ? શું ખૂટે છે ?
ભાઈ તું જ્યારે દાન કરે છે, ત્યારે તું જે વસ્તુ અન્યને આપે છે તે તારી મટી જાય છે, તેમ તું જ્યારે અરિહંતને સમર્પિત થાય છે, ત્યારે તારું મન તું તેમને આપી દે છે, તો તારી તેના પર કોઈ માલિકી નથી. પછી હું કરું - મેં કર્યું નું અહમ્ સ્વયં વિસર્જિત થઈ જાય છે. મનની માલિકી મટી રાગાદિની માલિકી કેવી રીતે રહેશે ? તેનું સ્થાન સ્વાત્માલ્યભાવના લેશે. આમ દાન મહાદાનેશ્વરી પુરવાર થાય છે.
આવાં દાન જીવમાં વિવેક-નમ્રતા લાવે છે તેથી દાની માની થતો નથી, નમ્રતા તેનો આદર્શ બને છે. ધર્મની મહાન ઈમારતનો પાયો નમ્રતા છે. તાડનું વૃક્ષ ઊંચે જઈને પણ સુંદર ફળ આપે છે. દાનાદિ વડે તું સન્માનને યોગ્ય બને તો પણ તારામાં વિવેકનું ફળ જ તને લાભદાયી છે. નમ્રતા સંયમને લાવે છે. સંયમ કર્મને રોકે છે, સંયમ જીવને તપ અભિમુખ કરે છે, તે તપ કર્મને બાળે છે. એમ જીવ મોક્ષગામી બને છે. કર્મના સ્વરૂપનું જ્ઞાન પણ જરૂરી છે. કર્મની ભયંકરતા જોઈ જીવ પાપથી પાછો પડે છે. નમ્ર બને છે. પૂર્ણતા
૫૬ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org