________________
પક્ષપાત થઈ જાય તો ઉદારતા અને કુશળતાનું ઉમૂલન થઈ જાય. માટે પાપભીરુતા એ તો સાધકના માર્ગનો સાથી છે. દાક્ષિણ્ય પાપથી બચાવે છે અને ઉદારતા પુણ્યકાર્યો કરાવે છે. ૪. નિર્મળબોધ :
ત્યાર પછી નિર્મળબોધને ગ્રહણ કરવા જેવો ગંભીર બને છે. જેવો બોધ સાંભળે છે તેવું આચરણ કરવા તે સહેજે પ્રેરાય છે. ૫. જનપ્રિયતા :
ઉપરના પાંચ ગુણનું સેવન પાપનો પરિહાર કરે છે, એટલે પુણ્યયોગનો વિકાસ થાય છે. એ ગુણવિકાસ જનપ્રિયતાનો હેતુ બને છે. તેને અન્ય સાધન વડે જન પ્રિયત્વની જરૂર નથી પડતી. તેનું અસ્તિત્વ જનપ્રિયત્ને આકર્ષે છે.
૦ ધર્મનું રહસ્ય ગૂઢ છે ૦ દાનથી પ્રારંભ થતાં ધર્મમાં મૂળ હેતુ સર્વ જીવહિતાય છે. પોતાનું સુખ અબોધ એવાં જંતુ પણ ઇચ્છે છે. શું માનવ પણ એટલી જ મર્યાદામાં જીવન પૂર્ણ કરશે ? મનુષ્યના જીવનની વિશાળતા એ છે કે સુખને વહેંચવું. ઈચ્છાઓને શુભ સંકલનમાં પરિવર્તિત કરવી. સર્વનું સુખ ઇચ્છવાનો જેમ વિસ્તાર થશે, તેમ તારું મન તેનાથી પરિપૂર્ણ બનશે ત્યારે તારી પાસેથી સર્વ આધિ, વ્યાધિ, ઉપાધિનાં દુઃખો નાસી જશે. પૂંઠ કરશે. તારા આત્માનો એકેએક પ્રદેશ સુખથી ભરાઈ જશે. દુન્યવી સર્વ સુખો પણ શરીરધારી હશે ત્યાં સુધી તેના ચરણના કિંકર બનશે. અને અશરીરી તો પૂર્ણ, અનંત, અવ્યાબાધ સુખનો સ્વામી થશે. એ સુખ તારા જ્ઞાનનો વિષય નહિ બને તે શ્રદ્ધાનો વિષય છે.
શુભ સંકલ્પ યુક્ત ઇચ્છાને ભાવના કહે છે જે સર્વના સુખમાં સમાય છે. ત્યારે સ્વાર્થ રહિત સ્વ-અર્થ સાધ્ય બને છે – તેની ફળશ્રુતિ મિથ્યાત્વની ગ્રંથિ ભેદાઈને જીવ સમ્યક્ત્વના ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. સમ્યકત્વનો સ્પર્શ તાત્ત્વિક હોવાથી સૂક્ષ્મબોધને ગ્રહણ કરે છે. તે આગળના ગુણસ્થાનકનાં દ્વાર ખોલી આપે છે. જિનાજ્ઞાયુક્ત આરાધનાથી અંતના ગુણસ્થાનકે આરૂઢ થઈ મુક્ત થાય છે. આ જ ધર્મની વિશેષતા છે. ધર્મના પ્રારંભથી જ મુક્તિના અંશનું નિર્માણ થાય છે.
ધર્મની ઉપાસનાનું સામર્થ્ય એ છે કે બાધક તત્ત્વોનો છેદ કરે, આશા તૃષ્ણાનો દોર તૂટી જાય છે. ભય, ચિંતા, શોક દૂર થાય છે.
ધર્મપરિચય - ધર્મની યથાર્થતા * પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org