________________
જીવનને રાક્ષસી વૃત્તિને
છે ? કે રાક્ષસી સાધનો ઊભા કરી માનસને હવાલે કર્યું છે ? શું વધ્યું શું ઘટ્યું ?
જન્મપ્રમાણ વધ્યું, આયુષ્ય પ્રમાણ વધ્યું, મૃત્યુ આંક ઘટ્યો, સલામતી ઘટી કે વધી ?
ધનધાન્યાદિ વધ્યાં, નફાખોરી વધી, સ્પર્ધાઓ વધી. શાંતિ ઘટી. આરોગ્યનાં સાધનો વધ્યાં, રોગના પ્રકારો વધ્યાં. વૈભવ વધ્યા, તૃષ્ણા વધી. સુખસગવડ વધ્યાં, પણ દુ:ખ કેટલાં ઘટ્યાં ? આને પ્રગતિ કહેવી કે અવગતિ કહેવી ? જાણે કે માનવમાં પશુતાના અંશો પ્રગટવા માંડ્યા. આકૃતિથી દેખાતો માનવ પ્રકૃતિમાં ક્યાં ઊભો છે ? મનુષ્ય જેટલે અંશે સ્વાર્થ, પ્રપંચ આદિને છોડશે, અને સદાચાર કે શીલને માર્ગે જશે તેટલો પ્રગતિમાન ગણાશે.
સન્માર્ગે જવું તે પ્રગતિ છે. બહારનાં સાધનો કે સમૃદ્ધિ વધે અને સાથે સ્વાર્થાદિ વધે તે પ્રગતિ નથી. માનવમન ઘણી વિચિત્રતા અને સંસ્કારથી ભરેલું છે. તે વસ્તુને જુએ જાણે તેના જેવું થઈ જાય છે. જો તેને એ સંસ્કારો પ્રમાણે વર્તવા દઈએ તો તે અધમતાને આધીન થાય તેવું છે. જો તેને અનેક વિષયોમાંથી પાછું વાળી ઉત્તમ પદાર્થો સાથે જોડવામાં આવે તો તેની અદ્ભુત શક્તિઓ પ્રગટ થાય
છે.
પાણીને પાળ બાંધીને વહેવડાવવામાં આવે તો ઘણું ઉપયોગી બને છે. તેમ મનને સંયમ નિયમની પાળ બાંધીને વ્યક્ત કરવામાં આવે તો તે મન માનવજીવનના પારમાર્થિક ઉત્થાનનું કારણ બને છે.
પશુઓને માત્ર પ્રકૃતિ છે, મનુષ્યને પ્રકૃતિ અને વ્યક્તિત્વ બંને છે. વ્યક્તિત્વના વિકાસમાં અહંમ ભળે તો માનવ સંકુચિત બની પશુની જેમ પ્રકૃતિને વશ પડે છે. જો તે વ્યક્તિત્વને વિશ્વ કલ્યાણમાં સમાવે, પુણ્ય-શક્તિ પ્રગટ ત્યારે થઈ વિશ્વમાં ફેલાઈ જાય છે. માનવ સ્વાર્થ ત્યજે, સત્યને આગળ રાખે તો તે પરમાર્થને પ્રાપ્ત કરી સર્વોચ્ચ પદને પામે છે. તે માનવની પ્રગતિ છે. એ પ્રગતિનો અર્થ આત્મવિકાસ છે. તેમાં ગુણની વૃદ્ધિ છે. દોષ ઘટે છે. એ પ્રગતિ ગુણોના વિકાસથી માપી શકાય છે, બાહ્ય સામગ્રીથી માપી શકાતી નથી. પ્રગતિ કેવળ ભૌતિક કે સ્કૂલ શક્તિના વિકાસમાં નથી પણ વ્યક્તિના સમગ્ર સ્વરૂપના વિકાસમાં છે. જડત્વના આકર્ષણ કે વિકાસથી નથી. પરંતુ આત્મત્વના લક્ષ્યમાં વિકાસ છે. આત્માની શુદ્ધિમાં જે સહકારી બને, જે કારણભૂત
૧૭૦ × શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org