________________
હોય તે બધું જ હિતાવહ છે, તે સાચી પ્રગતિ છે.
૦ દોષ એ દીવાલ છે, ગુણ એ દ્વાર છે” ૦ દિવાલથી પ્રવેશ ન મળે, ક્યાં દીવાલ તોડવી પડે. દીવાલ તોડીને આવે તે ચોર કહેવાય છે, અને સૌ તેને કાઢવાનો પ્રયત્ન કરે છે, વળી તેનાથી ભય પામે છે. આવકાર આપતા નથી. આ નિયમ આપણા દોષને લાગુ પડે છે. આત્મગુણમાં છિદ્ર પાડી દોષ ઘૂસે છે, તેને આવકાર ન અપાય તેનાથી ભય પામીને ભગાડી મુકાયા
સામાન્ય રીતે પૂર્ણતા પામતા સુધી મનુષ્યમાં ગુણ-દોષનું, સદ્અસત્ વિચારનું મિશ્રણ રહેવાનું છતાં લોકોત્તર માર્ગમાં દોષનું મૂલ્ય નથી. તેનું વર્જન જ થવું યોગ્ય છે. દોષને પોષવાથી દોષ વધે છે. તેમ ગુણને વિકસાવવાથી ગુણ વધે છે અને તે ગુણ સ્વયં ધર્મમાર્ગ બને છે.
છદ્મસ્થપણું તે અલ્પજ્ઞાનયુક્ત દશા છે. તેથી તે દશામાં દોષ રહેવાના. પછી ભલે તે આચાર્યાદિ પદે હોય. પરંતુ તેમના ગુણોને આગળ કરીને આદર થાય છે. તેમ જગતના જીવો ગુણ-દોષ મિશ્રિત હોય છે. તેમના ગુણ જોઈને તેમની સાથે મૈત્રીભાવ શક્ય બને છે. મૈત્રીભાવ નિર્દોષ પ્રેમ-પરિણામ છે. વૈષનું છિદ્ર એ મૈત્રી ભાવનું શોષણ કરે છે. માટે ગુણ દૃષ્ટિનો વિકાસ કરવો. ગુણદૃષ્ટિવાનને સદાય સમ્યગુ કમાણી થાય છે. દોષવાન હંમેશા ખોટના ધંધામાં હોય છે. જીવનો આદર
દોષનું પોષણ એ માનવજીવનની મજબૂરી કે નિર્બળતા છે. મહદ્ અંશે માનવને ચૈતન્યનો પ્રેમ થયો નથી. સ્વાત્મા કરતાં પણ તેને દેહાત્મભાવનો પ્રેમ છે. પછી અન્ય જીવો પ્રત્યે પ્રેમઆદર થવો કેમ સંભવે ? આથી મનુષ્ય કોઈના દોષને જાણે ત્યારે તેમાં પોતાના જેવી જ નબળાઈ છે, તેમ માનવાને બદલે મનુષ્ય તે વ્યક્તિ પ્રત્યે તિરસ્કાર કરે છે. આપણે જોયું માનવમાં ગુણ-દોષનું મિશ્રણ છે. છતાં હલકી મનોવૃત્તિમાં તિરસ્કાર પેદા થાય, પરંતુ તેની શક્તિ, બળ કે ગુણ પ્રત્યે આદર થતો નથી. જો કોઈ તક મળી ગઈ તો તે વ્યક્તિ પ્રત્યે મનુષ્ય તેના દોષ પર ઘા કરીને તેને આઘાત પહોંચાડવામાં ચૂકતો નથી. પરંતુ તેનો ગુણ જોઈને તેને જરા પણ આદર થતો નથી.
હે સુજ્ઞ ! તું સમજ કે દરેક વ્યક્તિમાં અબોધતા અને ચૈતન્ય બન્ને વસેલા છે. અબોધતા અધોગતિમાં ધકેલે છે, ચૈતન્ય ઊર્ધ્વગામી
માનવજીવન ઉત્તમ છે * ૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org