________________
હોવાથી ઊર્ધ્વગમન શક્ય છે.
જડ અને ચૈતન્ય બે શક્તિ વચ્ચે માનવ નિરંતર સંઘર્ષ અનુભવી રહ્યો છે. વળી અબોધતા, જડત્વ દીર્ઘકાળથી સેવાયેલું છે તેથી એકાએક વિચાર કરવાથી તે ટાળી શકાતું નથી. છતાં જો ચેતના જાગૃત બને, ચેતનાનું આધિપત્ય વધે તો જડતા દૂર થવાનો સંભવ છે.
તમને થશે કે નીચે પડવું સહેજે થઈ જાય છે. વિકાર અને ક્ષુદ્રતાને આધીન થઈ જવાય છે, તે હકીકત અનુભવગમ્ય છતાં ચઢવું તદ્દન જ અસંભવિત છે તેવું નથી. તત્ત્વ દષ્ટિથી જોતાં માનવની ચેતનામાં દિવ્ય શક્તિ રહેલી છે. તે જીવનના ઘણા પ્રસંગોમાં વ્યક્ત થવા મથે છે. જેમકે અસત્ય બોલતાં માનવને એકાદ ક્ષણ ખટકે છે, ગુસ્સો થયા પછી માનવને રંજ થાય છે. પરંતુ વળી પ્રકૃતિની પરવશતામાં તે હારી જાય છે, છતાં ચેતના પોતાનો સ્વભાવ ત્યજી નથી દેતી. માનવ જો તેના પ્રત્યે આદર કરે તો ચેતના જડતાને નષ્ટ કરી શકે છે. આમ ચૈતન્યનો આદર સર્વ જીવરાશિમાં વ્યાપક બને ત્યારે માનવચેતના પણ વિશ્વવ્યાપક પ્રેમનું સ્થાન લે છે.
મનુષ્ય તે સર્વ જીવમાં રહેલી ચેતનાની આ ઊર્ધ્વગામિતા પ્રત્યે દૃષ્ટિ કરે તો તેને જીવનો અનાદર છૂટી જાય છે પછી તે દોષીના પરિચયમાં સ્વસ્થ રહે છે. કોઈ દુષ્ટો પ્રત્યે તિરસ્કાર કરતો નથી. સ્ત્રી આદિ પ્રત્યે તુચ્છ વૃત્તિ સેવતો નથી, તે માને છે કે જગતના જીવો કર્મને આધીન છે, તેથી કોઈ પ્રત્યે તિરસ્કાર કરવો યોગ્ય નથી. અધમ કૃત્ય કરનારા પણ યોગ્ય નિમિત્ત મળતાં, તેનો સ્વકાળ પરિપક્વ થતાં અધમતા ત્યજીને ઉત્તમતા પ્રાપ્ત કરી ગયા. તે જ જણાવે છે, કે જીવમાત્રમાં ઉત્તમતા રહેલી છે. માટે તમારા સંપર્કમાં આવતા સુદ્ર માનવોનો તિરસ્કાર ન કરતાં તેને સહયોગ આપી ઊર્ધ્વગમન પ્રત્યે દોરજો.
મહાપુરુષોએ અધમ માનવામાં પણ પેલી ઉત્તમતાનો વિશ્વાસ મૂક્યો. તેમનો તિરસ્કાર ન કર્યો. પરંતુ પ્રેમ, અહિંસા અને સમભાવના ધાગાથી તેમને બાંધ્યા અને ઉત્તમતા પ્રત્યે લઈ ગયા. માટે જીવનો ત્યાગ કરવાનો નથી પણ દોષનો ત્યાગ કરવાનો છે. દોષ સ્વના જોવા, ગુણ પરના જોવા તેમાં હિત છે. ચૈતન્યનો તિરસ્કાર તે મહાદોષ છે. માટે ચૈતન્યના પક્ષપાતી બનવું. ચૈતન્યના આદરથી પ્રભુના દરબારમાં ખૂનીઓ મુનિપણું ગ્રહણ કરી લેતા.
૧૭૨ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org