________________
ન હોય તો પણ બીજી વ્યક્તિ તેને બચાવવા પાણીમાં કૂદી પડે છે. ડૂબતી વ્યક્તિને બચાવે છે એમ ભેદ રહિત વ્યવહાર સંભવ બને છે. અને તેટલો સમય બચાવનાર વ્યક્તિને આનંદ અને સંતોષ થશે. એની મૃતિ આનંદ આપશે. ભેદભાવથી પર બની જવામાં આવો આનંદ આવવો તે કંઈક અંશે ધાર્મિક કાર્યનો પ્રભાવ અને પરિચય છે. ભલે તે ગૂઢ રીતે કામ કરે.
જીવનો ય એવા આદિ વડે પછી અથએટલે આત્મ અને
ઉપાસ્ય એવા આત્મતત્ત્વની અવગણના જીવ કરતો જ આવ્યો છે. સ્વ-પ૨ આત્મહિતદષ્ટિ વડે તે દોષ ટાળી શકાય છે. તેમાં જ માનવભવની સાર્થકતા છે. ત્યાર પછી અધ્યાત્મયોગ પરિણમે છે. તેને આત્મસાક્ષાત્કાર સહજ છે. આત્મસાક્ષાત્કાર એટલે આત્માનો આનંદ. સિદ્ધ દશામાં તે પરિપૂર્ણ પ્રગટે છે. આત્માનો આનંદ આત્મ અનુભવ વડે શક્ય બને છે. ઇન્દ્રિયોના વિષયોમાં જે આનંદ આવે છે તે આનંદની વિકૃતિ છે કારણ કે તે આત્માના ઘરનો નથી પણ નિમિત્તાધીન છે. પરાશ્રયી છે.
વૈરાગ્યભાવમાં નિરાકૂળતા છે, રાગાદિ વિભાવમાં આકૂળતા છે. જ્ઞાન ઉપયોગમાં અનાકૂળતા છે. રાગ કઠોર છે. કર્મબંધન કરી આત્માનું અહિત કરનાર છે. જ્ઞાન કોમળ છે. કર્મથી મુક્ત કરનારું હિતદાયી તત્ત્વ છે. રાગાદિ કઠોરતાનો નાશ જ્ઞાનગુણની કોમળતાથી થાય છે. જેમ કઠણ લોઢું પણ પાણીમાં નાંખી રાખો તો ભેજ વડે કાટથી ખવાઈ જશે તેમ જ્ઞાનગુણ વડે રાગનો નાશ થાય છે.
આત્મા સ્વ સન્મુખ ઉપયોગ અને સ્વપુરુષાર્થ વડે તરે છે, ત્યારે તેને બાહ્ય નિમિત્તો મળી રહે છે. એ ઉપયોગ અને પુરુષાર્થ શુદ્ધતાથી ભરપૂર હોય છે. શુદ્ધ જ્ઞાન ઉપયોગ સવળા અને સ્વપુરુષાર્થ વડે સર્જન થાય છે.
દ્રવ્ય અને પર્યાય (વર્તમાન અવસ્થા) ઉભયથી આત્માને જાણવો તે જ્ઞાન છે. ૦ દ્રવ્ય અને પર્યયનું સ્વરૂપ છે
આત્મદ્રવ્ય એટલે પૂર્ણ શુદ્ધાત્મા, પર્યાય એટલે વર્તમાન અવસ્થા. જીવો બે પ્રકારના છે, સંસારી અને સિદ્ધ, ઉભયનું મૂળ સ્વરૂપ શુદ્ધાત્મા છે. પરંતુ સિદ્ધની વર્તમાન અવસ્થા જેવું દ્રવ્ય છે તેવી જ પરિપૂર્ણ
૧૯૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org