________________
ઉપરતિ
થવો જોઇએ નવું ઇતિઓથી
ત્યારે પરમાત્મા આત્મના વિરુદ્ધાત્મા શુદ્ધાત્મા
મટી હવે તે વિદેહી અવસ્થાને અનુભવે છે. દેહની સીમા ઓળંગી તે નિઃસીમ એવા વિશ્વ ચૈતન્યનો અનુભવ કરે છે.
આવા યોગના ચરમ લક્ષ્ય સુધી પહોંચવા માટે વૃત્તિઓથી ઉપરતિ થવી જોઈએ. કામ, ક્રોધ, લોભાદિ વડે થતી ક્ષતિઓથી દૂર રહેવું જોઈએ, અને જીવન પરમ પવિત્ર બનવું જોઈએ. હિંસા, અસત્ય, પાપાદિના વ્યાપારોનો ત્યાગ થવો જોઈએ. અહિંસાદિ સત્ ક્રિયાનો આદર હોવા જોઈએ. અધ્યાત્મ ઉપાસનામાં એ સર્વે આવશ્યકતા છે. ૦ યોગનું અન્ય સામર્થ્ય છે
“પરમાત્મા સાથે આત્માનો યોગ કરાવી આપે તે યોગ છે.'
પરમાત્મા : પ્રગટ થયેલો શુદ્ધાત્મા. શુદ્ધાત્મા સાથે આત્માનો યોગ ક્યારે થાય ? આત્માના વિભાવ ટળે-શમે અને ભાવ નિર્મળ બને ત્યારે પરમાત્મા સાથે યોગ થયો કહેવાય. વળી પરમાત્માના ગુણોનું અત્યંત બહુમાન આવે એ ગુણ સાથે ઉપયોગ તદાકાર બને પરમાત્મા સાથે યોગ થયો કહેવાય.
વિભાવ એટલે મિથ્યાત્વાદિ વિકલ્પોથી મનનો પ્રદેશ ભરેલો છે. જ્ઞાનયોગી શુદ્ધાત્માનુભવ વડે કે સ્વસંવેદન દ્વારા સ્થિર થઈ મનને મિથ્યાત્વાદિ વિકલ્પોથી ભરેલા પ્રદેશને ખાલી કરે છે. અને સ્વસંવેદનના જ્ઞાન દ્વારા તે પ્રદેશમાં આનંદને વસાવે છે. ત્યારે મન નિર્વિકલ્પ થાય છે.
મનની નિર્મળતા અને નિર્વિકલ્પતા જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ મન દેહાધ્યાસથી છૂટું પડે છે. તેથી નિર્વિકલ્પ સમાધિમાં મન સ્વંય સ્થિર થાય છે. આ સ્થિતિમાં કર્મોનો ક્ષય થાય છે. ત્યારે આત્મા સ્વયં પરમાત્મ સ્વરૂપે થઈ રહે છે.
પરંતુ વિષયાકાર બનેલું મન એવું ક્ષુદ્ર બને છે કે વ્યક્તિ સ્વયં પોતાને કેન્દ્ર સ્થાન બનાવે છે. અથવા પોતાના પરિવારના રાગાદિમાં જ સીમિત કરે છે. અને તેને માટે તે સમાજ સાથે ઝઝૂમે છે. છતાં પણ ત્યાં તેનું વ્યક્તિત્વ તો સીમિત જ રહે છે. આથી તેને વિશ્વવ્યાપક ચૈતન્યનું ભાન કે જ્ઞાન થતું નથી.
છતાં દુન્યવી પ્રસંગમાં વ્યક્તિનો ભાવ ભેદ રહિત થઈ શકે છે. કોઈ વાર અજાણી વ્યક્તિ ડૂબી રહી હોય. તેની સાથે કોઈ સંબંધ
અધ્યાત્મનું રહસ્ય શુદ્ધ દષ્ટિ છે કે ૧૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org