________________
પ્રભુના ચરણને કે શરણને શોધે છે. ક્રિયા કર્મના ઉદયથી થાય છે. ધર્મ સંભાવના વડે થાય છે એટલે અહમાદિ દોષોનો પરિહાર થઈ જાય છે.
પરમાત્મ સ્વરૂપે પ્રગટ થયેલા પરમાત્મા લોકાલોકપ્રકાશક છે. વિરાટ સ્વરૂપે પ્રગટ થયા છે. તેમના ચરણનું શરણ, તેમને કરેલા નમસ્કાર સકલ જગતને હિતકારક મોહને મારક, ભવથી તારક, મોક્ષની પ્રાપક છે. એ નમસ્કારનો અનુભવ પામરને પરમ તરફ લઈ જાય છે, કથીરને કુંદનરૂપ કરે છે. વામન વિરાટ બને છે. જિનપદ – નિજપદની એકતા સધાય છે.
આમ ભગવંતનો અનુગ્રહ મુક્તિનો એક અદ્ભુત સંકેત છે. એ અનુગ્રહ પણ મહામહિમાવંત છે. ભગવંતનાં વચન-બોધસ્વરૂપનો બોધ કરાવે છે.
પ્રવચન અંજન જો સદગુરુ કરે,
મહિમા મેરુ સમાન. જિનેશ્વર હૃદય નયણ નિહાળે જગધણી,
પેખે પરમ નિધાન. જિનેશ્વર
કથીર કુંદન કેવી રીતે બન્યું ? કાયરને ભાગ્યે ક્યાંથી આ કાયરનો સથવારો;
કથીરને કુંદન કરી દીધું સ્પર્શમણિ કર તારો. પરમાત્માના શરણમાં જનારને સત્યનો બોધ થાય છે. વાસ્તવમાં ધર્મ એટલે સત્ની શોધ. માનવના મન અને બુદ્ધિથી ઘણે ઊંડે અનંત સસ્વરૂપ રહેલું છે. તે સત્ કથીરને કુંદન કરે છે. માનવ અને ભગવાન વચ્ચેનું અંતર કાપે છે. આ અંતર ધર્મથી, સતથી, વિવેકથી કે શ્રદ્ધાથી કપાય છે. વિરાટ સ્વરૂપ પ્રત્યે બુદ્ધિથી પહોંચવું શક્ય નથી. ત્યાં પહોંચવાનાં સાધનો આત્મિક છે. અહમ રહિત શુભ ભાવના છે.
સર્વજ્ઞ પરમાત્માએ ધર્મ એટલે સ્વભાવ કહ્યો છે. એ ધર્મને જીવનના વ્યવહારમાં ઉતારવા ક્રિયા, વિધિ અને આચારની જરૂર છે. અવિકસિત ચેતનાથી ઉપરની જે શક્તિઓ છે, તે શ્રદ્ધા વડે પ્રગટ થાય છે, સક્રિય બને છે. બુદ્ધિ બાહ્ય સાધન છે, શ્રદ્ધા આંતરિક સત્યને આધારિત છે. એ શ્રદ્ધા જ પામરમાંથી પરમ પ્રત્યે, વામનથી વિરાટ પ્રત્યે લઈ જાય છે. સ્વ સર્વમાં વિસ્તરતું જાય છે.
આણાએધખો * ૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org