________________
કષાયોના યોગ વડે કર્મનું નિમિત્ત પામીને બંધાય છે. સ્વરૂપથી શ્રુત થયેલો આત્મા પોતે જ વિકાર કરી નવો કર્મબંધ કરે છે. રાગાદિ ભાવ આત્મામાં જ થાય છે. તે ભાવબંધ છે અને કર્મ તે દ્રવ્યબંધ છે. આમ જ્ઞાનમાં રાગાદિનું ભળવું તે અજ્ઞાન છે.
કર્મ શુભ-અશુભ એમ બે પ્રકારનાં છે. અશુભ ભાવથી જીવ અશુભ કર્મનું ઉપાર્જન કરે છે જેના વડે દુઃખ પામે છે. શુભ ભાવ વડે શુભ કર્મનું ઉપાર્જન કરી સુખ પામે છે. શુભાશુભ બંને ભાવનો છેદ થતાં શુદ્ધ સ્વભાવ રૂપે જીવ પરિણમન કરે છે.
“શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિ માંય, અશુભ કરે નરકાદિ ફળ, જીવ કર્મરહિત ન ક્યાંય, વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ તેહ શુભાશુભ છેદતાં ઉપજે મોક્ષ સ્વભાવ.”
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર જેમ કોઈ ભોજન કરે પછી તે આહાર સપ્તધાતુ રૂપે પરિણમે છે, તેમ જીવ કામણવર્ગણા ગ્રહણ કરે પછી તે આઠ પ્રકૃતિ રૂપે પરિણમે છે. તે પ્રકૃતિ તેના ઉદયકાળે ફળ આપે છે તેને આત્મા સુખદુ:ખાદિ રૂપે ભોગવે છે. જ્યારે આત્મા જ્ઞાનસ્વરૂપે રહે છે ત્યારે તે કર્મો તેને છોડી દે છે. વિભાવદશામાં આત્મા કર્મનો કર્તા હોવાથી ભોક્તા છે. સ્વભાવદશામાં સ્વરૂપનો કર્તા હોવાથી સ્વરૂપનો ભોક્તા
કરણી તેવી ભરણી આ પ્રકારે સંસારી જીવ કર્મના રંગમંડપમાં અનેક અભિનય કરે છે. વળી કર્મસત્તા શુભ અને અશુભ બે ભાગમાં કામ કરે છે. એટલે કર્મયુક્ત જીવ કેવળ સુખ જ મેળવે કે ભોગવે તેવું બને નહિ. રાગદ્વેષની જેમ શુભ અને અશુભનું યુગલ છે તેથી દરેક જન્મમાં શુભનું જ ફળ મળે અને અશુભનું ન જ મળે એમ બનતું નથી.
રામ ઘણા પુણ્યશાળી હતા છતાં વનવાસ ભોગવ્યો. કૃષ્ણ ઘણા ઐશ્વર્યશાળી હતા છતાં વનમાં એકાકી દેહોત્સર્ગ થયો. નળ-દમયંતી ઘણા સુખભોગવાળાં હતાં છતાં દુઃખ ભોગવ્યાં. સનત ચક્રવર્તીએ મુનિપણામાં રોગની વેદના ભોગવી. અતિપુણ્યાતિશયવાળા વર્ધમાનસ્વામીએ ઘોર ઉપસર્ગ સહ્યા. અજ્ઞાનદશામાં બાંધેલું કર્મ તેના સમયે
સ્વતઃ સિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા + ૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org