________________
હાજર થઈ ફળ આપે છે. તે ભોગવ્યા વગર કોઈ છૂટતું નથી.
સુજ્ઞજનો પાપભીરુ હોય છે. છતાં અશુભ કર્મ ઉદયમાં આવે સમતાથી સહી લે છે. જેથી કર્મ જ સ્વતઃ તેમને ત્યજી દે છે. જ્યારે અજ્ઞજનો કર્મની સાથે લડતા નથી, પણ કર્મફળ સામે ઝઝૂમે છે. જો પ્રથમ અશુભ કર્મને દૂર કરે તો તેના ફળથી મુક્ત થાય, પછી શુભ કર્મના ઉદયમાં તેનો સઉપયોગ કરી ધર્મમાર્ગમાં પ્રવેશ કરે. પછી સ્વભાવ ધર્મમાં સ્થિર થઈ સર્વથા સર્વ કર્મથી મુક્ત થાય. •
ક્રિયા તે કર્મ, કર્મનો અર્થ પણ ક્રિયા. પ્રાણીમાત્રનાં શરીરમાં પ્રત્યેક પળે ક્રિયા થયા જ કરે છે. તેને રોકી શકાતી નથી. જ્યાં સુધી આ ક્રિયાઓ ચાલશે ત્યાં સુધી આત્માનો કર્મ સાથે સંબંધ રહેવાનો છે. કારણ કે શરીરાદિની ક્રિયા સમયે આત્મપ્રદેશોમાં સ્પંદન પેદા થાય છે, તે તે ક્રિયા સમયે જીવમાં રાગાદિ ભાવ પેદા થાય છે, ત્યારે કાર્મણવર્ગણા આત્માની સાથે સંબંધમાં આવે છે.
કોઈ વ્યક્તિ વિચાર કરે કે ક્રિયા છોડી દઉં ? તે તો સંસારી જીવ માટે સંભવ નથી. ફક્ત અયોગી કેળવી જ તેમ કરવા સમર્થ છે. વળી પૂર્વે આદરેલાં કૃત્યો અને કરેલા ભાવ પ્રમાણે જે જે કર્મબંધન થયાં તે તેના સમયે ફળ આપે તે ભોગવ્યા વગર પણ જીવનું છૂટવું અશક્ય છે. આમ નિતનિત થતી નવી ક્રિયાઓથી કર્મનું બંધાવું, અને જૂની ક્રિયાઓ જે કર્મ રૂપે બદ્ધ છે તેના ફળને રોકી શકાતું નથી, ભાગી છુટાતું નથી.
તો શું કરવું ?
હે સુજ્ઞ ! આત્માને કર્મના બંધનમાં રાખનાર કોઈ બાહ્ય કારણ કે પદાર્થ નથી. જીવ જ અજ્ઞાનવશ રાગદ્વેષમાં પરિણમે છે, તે ભલે વનમાં હો કે ભવનમાં પણ મનમાં જ્યાં રાગાદિની આંધી ચઢે છે ત્યાં સુધી કર્મનું તોફાન પણ ઊઠવાનું. જો મનને રાગાદિ વિકલ્પથી દૂર કરી શકાય તો કર્મફળ આપમેળે નષ્ટ થઈ જશે.
તે માટે પ્રથમ તો તારે આત્માની શુદ્ધતાનો મૂળ સ્વરૂપે સ્વીકાર કરી, પછી સંતોની નિશ્રામાં ઉપદેશ ગ્રહણ કરી, તેમાં શ્રદ્ધા અને રુચિને જોડીને કર્મ અને ધર્મનો ભેદ સમજી લેવો. ભલે વર્તમાન જીવ કર્મથી આવૃત્ત થયો હોય તોપણ આત્મસત્તા જ બળવાન છે, તેની શ્રદ્ધા ચૂકવી નહિ. જેથી સઘળો પુરુષાર્થ આત્માશ્રયી થાય જે કર્મમુક્તિનો સાચો ઉપાય છે.
૧૨૮ * કૃતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org