________________
પોતે જ વાવેલા કર્મબીજનું ફળ અવશ્ય મળે છે. ત્યારે શુભ ફળમાં હર્ષ કરવા જેવો નથી અને અશુભ ફળમાં શોક કરવા જેવો નથી. કારણ કે કર્મ બાંધતી વખતે જીવ એક સંયોગમાં હોય છે. ઉદય વખતે બીજા જ સંયોગમાં હોય છે. દા. ત. સત્તા, સુખ કે સંપન્નતાના સંયોગમાં જીવના અહંકારયુક્ત જે પરિણામ હોય છે તે પ્રમાણે કર્મ બંધાય. અર્થાત્ તે સમયે ભલે પોતે સત્તારૂઢ હોય, સુખમાં મહાલતો હોય શુભયોગમાં હોય. પરંતુ હિંસાદિ નિર્દય પરિણામ કરે ત્યારે ભાવિ કર્મ અશુભ બંધાય છે, તેનું ફળ દુઃખદાયી જ હોવાનું
બીજી રીતે જીવ સ્વાધીન છે, દુઃખ-દરિદ્રતામાં છે પરંતુ તે દુઃખને સમતાથી ભોગવી લે તો તે સમયે ભલે દુઃખમાં હોય પરંતુ પરિણામ શુભ હોવાથી તેનું ભાવિ કર્મ શુભ બંધાય છે. તેનું ફળ સુખદ હોય
વળી શુભ યોગના સમયમાં દાનાદિ શુભ કાર્યોનું નવું પુણ્ય ઉપાર્જન કરે છે. પૂર્વનું પુણ્ય પાપમાં ફેરવતો નથી. પુણ્યનું સુખ ભોગવે છે, નવું પુણ્ય ઉપાર્જન કરે છે. આવા ઉત્તમ જીવો પુણ્યના ઉદયમાં રોકાતા નથી અને લેપાતા નથી. પુણ્યયોગે મળેલાં સાધનો વડે મોક્ષમાર્ગની સાધનામાં ઉદ્યમી બને છે અને આત્માનો આશ્રય કરી શુદ્ધાત્મસ્વરૂપને પામે છે.
કર્મફળ પોતે જ વાવેલું છે તેમ માની તેના ઉદય વખતે હર્ષ-શોક કરવો નહિ. પરંતુ તે નિર્વિકારીભાવે, શુદ્ધભાવે, તત્ત્વદેષ્ટિ વડે, ખપાવી દેવું, તે શ્રેષ્ઠ માર્ગ છે. પરંતુ સુખમાં હર્ષ કે રાગ કરવો, દુઃખમાં શોક કે દ્વેષ કરવો તે કર્મફળ સાથેનો સંઘર્ષ છે. નવા બંધનમાં ઝડપાઈ જવાનું છે. સુખ કે દુઃખ ઉભય પ્રસંગમાં સમતામય ઉપયોગથી બંધનરહિત થવાય છે. અથવા આત્માની શુદ્ધતાનો-વીતરાગભાવનો આશ્રય લેવો કે રાગાદિ કે સુખાદિ મારો સ્વભાવ નથી, તે સર્વથી મુક્ત ચૈતન્યમાત્ર છું. વારંવાર એ પ્રયાસથી જૂનાં કર્મ છૂટતાં જાય અને નવાં કર્મનો બંધ ન થાય ત્યારે ક્રમે કરી જીવ કર્મથી મુક્ત થઈ સ્વસ્વરૂપમાં સ્થિત થાય છે.
જીવમાત્ર સુખ ઇચ્છે છે, દુઃખને ઇચ્છતો નથી. પરંતુ કોઈક વિરલા જીવને સુખ-દુઃખના ભેદની સાચી સમજ હોય છે. જે સુખની પાછળ દુઃખની છાયા હોય તે સુખ નથી. સુખ-દુ:ખથી પર સ્વરૂપની પ્રાપ્તિ એ સાચું સુખ છે. તે કોઈ વિરલા જીવ પ્રાપ્ત કરે છે. માટે
સ્વતઃસિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા * ૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org